gujarat rain/ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,આ દિવેેસથી શરુ થશે વરસાદ

રાજ્યમાં મુસીબતોના માવઠાનું સપ્તાહ શરૂ થઈ ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 09T163039.376 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,આ દિવેેસથી શરુ થશે વરસાદ

રાજ્યમાં મુસીબતોના માવઠાનું સપ્તાહ શરૂ થઈ ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠું પડવાની શક્યતા છે. 10 અને 11 જૂન સુધીમાં મુંબઈમાં વરસાદ આવશે. તેમજ 12 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

આગામી તા. 9 જૂન સુધી મુંબઈનાં ભાગો સુધી ચોમાસુ પહોંચશે. તેમજ 10 જૂન સુધી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થશે. વેલમાર્કમાં થી લો પ્રેશર સર્જાતા મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તેમજ વેલમાર્કમાં થી લો પ્રેશર બનતા ચક્રવાતની સંભાવના ટળી છે. સમુદ્રમાં કરંટ સાથે પવન રહેશે. તેમજ વાહન વ્યવહાર પર અતિભારે વરસાદની અસર થશે.તેમજ 12 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી સમયમાં વરસાદની આગાહી કરી છે. આગામી તા. 9 જૂનથી 12 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેમજ 15 જૂન સુધી ચોમાસુ ગુજરાતમાં આવી પહોંચશે. તેમજ કેરળ કાંઠે બેઠેલું ચોમાસુ્ કર્ણાટક, છત્તીસગઢને પાર કરી દક્ષિણ મહારાષ્ટ્ર પહોંચશે. આ ઉપરાંત નર્મજા જિલ્લાના ડેડિયાવાડાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાનની આગાહી મુજબ નર્મદામાં વરસાદ પડ્યો હતો. સરીબાર, કોકમ અને મોહબી જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો. આના પછી અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

તેના પછી ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલ્ટો વ્યો હતો. સાપુતારા, શામગહાન સહિતના સપાસના વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો. બરફના કરા સાથે વરસતા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પાક નિષ્ફળ થવાના લીધે ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળ ઘેરાયા છે. જો કે સાપુતારા ખાતે ફરવા આવનારા પ્રવાસીઓ વાતાવરણમાં પલ્ટાથી ખુશ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના