Not Set/ હવામાન ખાતાની આગાહી ગુજરાતમાં કોલ્ડવેવનો કહર, શ્રીનગરમાં માઈન્સ 4.1 ડીગ્રી આબુ માઈન્સ 1.4 ડીગ્રી ઠંડુ

દિવસે ને દિવસે રાજયભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે આગામી 72 કલાકમાં કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા  કરવામાં આવી છે .અમદાવાદ સહિત સાત શહેરમાં ઠંડીનો પાર ગગડ્યો છે..જેને લઇને હાડ થીઝવતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડીથી બચવા તાપણા કરી રહ્યા છે તેમજ ઉન અને ગરમ વસ્ત્રો પહેરે છે. જો કે નલિયામાં […]

Top Stories
weather ffffb22e d8d6 11e6 a473 4fa7bf176867 હવામાન ખાતાની આગાહી ગુજરાતમાં કોલ્ડવેવનો કહર, શ્રીનગરમાં માઈન્સ 4.1 ડીગ્રી આબુ માઈન્સ 1.4 ડીગ્રી ઠંડુ

દિવસે ને દિવસે રાજયભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે આગામી 72 કલાકમાં કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા  કરવામાં આવી છે .અમદાવાદ સહિત સાત શહેરમાં ઠંડીનો પાર ગગડ્યો છે..જેને લઇને હાડ થીઝવતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડીથી બચવા તાપણા કરી રહ્યા છે તેમજ ઉન અને ગરમ વસ્ત્રો પહેરે છે.

જો કે નલિયામાં સૌથી વધુ 6.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી પડે તેવી શક્યતા દેખાઇ રહી છે. જો કે ઠંડા પવનને કારણે અને વધતી જતી ઠંડીને જનજીવન પર પણ માઠી અસર જોવા મળી છે.

cold weather 5678ec3e dbd8 11e6 8bc2 389d9c78b3df હવામાન ખાતાની આગાહી ગુજરાતમાં કોલ્ડવેવનો કહર, શ્રીનગરમાં માઈન્સ 4.1 ડીગ્રી આબુ માઈન્સ 1.4 ડીગ્રી ઠંડુ

શ્રીનગરમાં પારો માઈન્સ 4.1 ડીગ્રી સુંધી પહોચ્યો છે તો હરિયાણા અને પંજાબમાં પણ ઠંડીએ બધાંને થીજવી દીધા છે. આબુમાં માઈન્સ 1.4 પારો નોંધાયો છે. જયારે અમદાવાદમાં 8.6 ડીગ્રી સુંધી પારો ગગડી ગયો છે અને ગાંધીનગરમાં 8.0 સુંધી પારો પહોંચ્યો છે.