Not Set/ હવામાન/ રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો, કેટલાંક જીલ્લામાં પડી શકે છે વરસાદ

ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. અને હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે બે દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી છે. આજે રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસી શકે છે. તો આવતીકાલે વડોદરામાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. તા. 27 અને 28ના રોજ ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં […]

Gujarat Others
sai baba 2 હવામાન/ રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો, કેટલાંક જીલ્લામાં પડી શકે છે વરસાદ

ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. અને હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે બે દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી છે. આજે રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસી શકે છે. તો આવતીકાલે વડોદરામાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.

તા. 27 અને 28ના રોજ ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં વરસાદ આવશે. માવઠા બાદ ગુજરાતમાં કોલ્ડ વેવની ભીતિ સેવાઇ છે. એટલે કે, પહેલા વરસાદ અને પછી ઠંડી.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં આગામી 27 અને 28 જાન્યુઆરીએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી છે. તો 28 જાન્યુઆરીએ વડોદરા અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગ જણાવે છે. સાક્લોનિક સરક્યુલેશનનાં કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યા છે અને વાદળછાયા વાતાવરણનાં કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે

કમોસમી વરસાદથી ખેડૂતોને પાક માટે ચિંતા સતાવી રહી છે. આ માવઠાથી ખેડૂતોના ઘઉં, એરંડા, વરિયાળી, જીરૂ, રાયડો જેવા અનેક પોકોને ભારે નુકશાની વેઠવાનો વારો આવશે એવી ભીતિ સેવાઈ રહી છે.

બનાસકાંઠા

કમોસમી વરસાદની બનાસકાંઠામાં અસર જોવા મળી રહીછે. વહેલી સવારથી વાતાવરણમા પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમા પલટો આવતા ખેડૂતો  ચિંતામાં મુકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.