સુરત/ સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા

મહેશ સવાણી ઉપરાંત અન્ય સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.

Top Stories Gujarat Surat
Untitled 282 સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા

દિલ્હીના  ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા આજે ગુજરાતની મુલાકાતે  સુરત  પહોચ્યા હતા . જ્યાં તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. મનીષ સિસોદિયા  સર્કિટ હાઉસમાં AAPના નેતાઓ સાથે મુલાકાત કરી હતી . મનીષ સિસોદિયાની સર્કિટ હાઉસની  બેઠક માં  ગોપાલ ઈટાલિયા ,   ઈસુદાન ગઢવી, તેમજ સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ હાજરી આપી હતી . જે  અંતર્ગત તો મનીષ સિસોદિયા ની  હાજરી માં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી . જેમાં પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી aap માં જોડાયા .

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પહેલાં સિસોદિયા અને સવાણી વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલિયાએ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે એવી જાહેરાત કરી હતી. આ પહેલાં સિસોદિયાએ કોર્પોરેશનના કોર્પોરેટરો તથા સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. મહેશ સવાણી ઉપરાંત અન્ય સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.

મહેશ સવાણીએ કહ્યું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો તે પહેલા દસમાંથી પાંચ લોકોએ એવી સલાહ આપી કે જૉ તમે રાજકારણમાં જશો તો બીજી પાર્ટી તમને હેરાન કરશે અને તમારા બિઝનેસ પર અસર થશે. મારે સેવા કરવી છે અને સેવા કરવા માટે કામ કરીશ. હું ગરીબની ઝૂંપડીમાં બેસવાવાળો માણસ છું.