Not Set/ જાણીતા નિર્દેશક સિવને 89 વર્ષની વય દુનિયાને કહ્યું અલવિદા

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક સિવનનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

Entertainment
a 218 જાણીતા નિર્દેશક સિવને 89 વર્ષની વય દુનિયાને કહ્યું અલવિદા

નેશનલ એવોર્ડ વિજેતા સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર સિવનનું આજે કેરળના તિરુવનંતપુરમમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. ત્રણ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત સિનેમેટોગ્રાફર 89 વર્ષના  હતા. તેમની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં અભયમ, યગમ, કેશુ, ઓરુ યાત્રા, કોચુ કોચુ મોહંગલ અને કિલીવાથિલનો સમાવેશ થાય છે. પ્રખ્યાત સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક સંતોષ સિવન, સંગીત સિવાન, સંજીવ સિવન તેમના પુત્રો છે અને સરિતા રાજીવ તેમની પુત્રી છે.

આ પણ વાંચો : “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”નાં નટુકાકાએ જણાવી તેમની છેલ્લી ઈચ્છા

આ પણ વાંચો :અમેરિકન સિંગર બ્રિટની સ્પીયર્સનાં સમર્થનમાં આવી રીયા ચક્રવર્તી

તેમના પુત્ર અને દિગ્દર્શક સંગીત સિવને ફેસબુક પર પોસ્ટ કરી કે, “મારા પિતા શ્રી સિવને આજે અંતિમ શ્વાસ લીધાં છે આ એક ખુબ જ દુ:ખદ સમાચાર હું તમારી સાથે શેર કરી રહ્યો છું. તે આપણા પ્રેરણા અને રોલ મોડેલ હતા. તેમણે જે ઈચ્છ્યું તે મેળવ્યું, સખત મહેનત, સમર્પણ, અનુશાસન અને દૂરદર્શિતાનાં માધ્યમથી. મને ખાતરી છે કે તે આપણી આગળની યાત્રામાં માર્ગદર્શન આપતા રહેશે.હમેશા માટે ઋણી અને હંમેશાં આપણા હૃદયમાં રહેશે.બધા તમને પ્રેમ કરે છે પપ્પા મને ખાતરી છે કે તમે અમને જોઈ રહ્યા હશો. વાદળો અને તારાઓની વચ્ચેનું સ્થાન. ઓમ શાંતિ. “

આ પણ વાંચો :જો તું મારી સાથે 8 દિવસમાં લગ્ન નહિ કરે તો, રીના રોયે આવી ધમકી કોને આપી હતી ?

મીડિયા અહેવાલો અનુસાર, સિવન કેરળનો પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર હતો. આ સાથે,આપને જણાવી દઈએ કે તેમણે 1991 માં ‘અભયમ’નું નિર્દેશન કર્યું હતું, જેને શ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચો : હૃતિક રોશને વિડિઓ શેર કરીને ક્રિશ 4ની જાહેરાત કરી

સંગીત સિવને ટ્વિટર પર પોસ્ટ કરી કે, “દરેક વસ્તુ માટે પપ્પાનો આભાર! તમારા વિના દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ અમે તમારા બનાવેલા માર્ગ પર ચાલતા રહીશું, તે જ્ઞાનમાં સુરક્ષિત જે તમે અમને તમારા સ્થાનથી માર્ગદર્શન કરશે.”