Not Set/ ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં ભાજપના કાર્યકરો પર હુમલો, 9 લોકો માર્યા ગયા

બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ રાજકીય હિંસા શરૂ થઈ ગઈ છે. પરિણામના દિવસે જ કોલકાતામાં ભાજપ કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી. સોમવારે પાર્ટીના બે કાર્યકરોને માર માર્યાના સમાચાર મળી રહ્યા છે.

Top Stories India
bharuch aag 27 ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં ભાજપના કાર્યકરો પર હુમલો, 9 લોકો માર્યા ગયા

બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ રાજકીય હિંસા શરૂ થઈ ગઈ છે. પરિણામના દિવસે જ કોલકાતામાં ભાજપ કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી. સોમવારે પાર્ટીના બે કાર્યકરોને માર માર્યાના સમાચાર મળી રહ્યા છે. ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસે વિરોધી પક્ષના કાર્યકર્તાઓને નિશાન બનાવવાનો અહેવાલ માંગ્યો છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે દાવો કર્યો હતો કે ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસામાં 24 કલાકમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં ભયનું વાતાવરણ છે. શાસક પક્ષ હાથ જોડીને બેઠો છે. પોલીસ મદદ કરી રહી નથી. અમે આ મુદ્દે રાજ્યપાલને મળ્યા છે. તેમણે કાર્યવાહીની ખાતરી આપી છે.

ભાજપ કાર્યાલય પર હુમલો

ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપાડામાં ભાજપ કાર્યાલય અને કેટલીક દુકાન પર કેટલાક લોકોએ હુમલો કરી તોડફોડ કરી હતી. આ સમય દરમિયાન બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે ટીએમસીના બદમાશોએ મારી દુકાન લૂંટી લીધી હતી. અહીં ઓછામાં ઓછા 10 બોમ્બ ફેંકવામાં આવ્યા છે. કૂચ બિહારમાં સીતલકુચીથી પણ હિંસા થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. નંદીગ્રામમાં ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી.

રાજ્યપાલે પોલીસ અધિકારીઓ પાસેથી જવાબો માંગ્યા

રાજ્યમાંઆગ, લૂંટફાટ અને હિંસાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ જગદીપ ધનકરે સોમવારે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર વાત કરવા માટે પોલીસ મહાનિદેશક (ડીજીપી) અને કોલકાતા પોલીસ કમિશનરને બોલાવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યમાં થયેલ હત્યાઓ પરિણામ પછી જોખમી પરિસ્થિતિનો સંકેત છે. પોલીસ અધિકારીઓને કાયદાના શાસનને પુન: સ્થાપિત કરવા તમામ પગલા ભરવા જણાવ્યું છે.

રાજ્યપાલે કહ્યું કે દુ:ખની વાત છે કે ચૂંટણી બાદ રાજકીય હિંસામાં 9 લોકોએ જીવ ગુમાવ્યો અને ઘણા ઘાયલ થયા. આવી રાજકીય હિંસા અને અરાજકતાને અવગણી શકાય નહીં. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી.

ત્રણ બેઠકો પર ચૂંટણી મોકૂફ

રવિવારે મમતા બેનરજીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પરિણામોમાં 213 બેઠકો જીતી હતી. ભાજપને 77 બેઠકો મળી છે. કોરોનાના ઉમેદવારોના મોતને કારણે મુર્શિદાબાદની બે બેઠકોની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે. ઈલેક્શન કમિશને ઓડિશાની એક સીટ પર પણ ચૂંટણી મોકૂફ રાખી છે. આ નિર્ણય કોરોનાને કારણે લેવામાં આવ્યો છે.

bharuch aag 28 ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં ભાજપના કાર્યકરો પર હુમલો, 9 લોકો માર્યા ગયા