Not Set/ પશ્ચિમ બંગાળનાં રાજકીય કોરિડોરમાં ચર્ચા, TMCમાં સામેલ થઈ શકે છે PK

પશ્ચિમ બંગાળના રાજકીય કોરિડોરમાં, એવો ચકચાર મચી રહ્યો છે કે, પ્રશાંત કિશોર તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જેડીયુ દ્વારા બુધવારે (29 જાન્યુઆરી) પ્રશાંત કિશોરને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ આવા કોઈ વિકાસની પુષ્ટિ કરી નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં આવી શક્યતાઓને નકારી ન હતી. તૃણમૂલ કોંગ્રેસે […]

Top Stories India Politics
mb pk પશ્ચિમ બંગાળનાં રાજકીય કોરિડોરમાં ચર્ચા, TMCમાં સામેલ થઈ શકે છે PK

પશ્ચિમ બંગાળના રાજકીય કોરિડોરમાં, એવો ચકચાર મચી રહ્યો છે કે, પ્રશાંત કિશોર તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જેડીયુ દ્વારા બુધવારે (29 જાન્યુઆરી) પ્રશાંત કિશોરને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ આવા કોઈ વિકાસની પુષ્ટિ કરી નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં આવી શક્યતાઓને નકારી ન હતી.

તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી વ્યૂહરચનાકારની ભૂમિકા નિભાવા કિશોરનો સંપર્ક કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેનો જવાબ મળ્યો નહોતો.  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની જેમ, કિશોર સુધારેલા નાગરિકત્વ કાયદા અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરની ટીકા કરતા હતા. તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના સુપ્રીમો બેનર્જી સાથે કિશોરના ખૂબ સારા સંબંધ છે.

તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટર્જીએ પત્રકારોને કહ્યું કે, ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પ્રશાંત કિશોરે પાર્ટી માટે એક મહાન કાર્ય કર્યું છે. તેઓ (કિશોર) અને પાર્ટીનું ટોચનું નેતૃત્વ હવે નિર્ણય લેશે કે તે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં. “

તૃણમૂલ કોંગ્રેસના નેતા, જેમનું નામ જાહેર થવાની ઇચ્છા નથી, તેમણે કહ્યું કે જો કિશોર પાર્ટીમાં જોડાવા માંગે છે, તો તેમનું પૂરા દિલથી સ્વાગત કરવામાં આવશે કારણ કે તેમના જેવા વ્યૂહરચનાકાર 2021 ની વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીમાં જોડાયા તો વાત જ શું કરવાની હોય.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.