ક્રિકેટ/ વેસ્ટ ઇન્ડીઝે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ જાહેર કરી

વેસ્ટ ઇન્ડિઝની ટીમની જાહેરાત કરવામાં આવી

Sports
team વેસ્ટ ઇન્ડીઝે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ જાહેર કરી

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ 10 જૂનથી સેન્ટ લુસિયામાં રમાવાની છે. વેસ્ટ ઇન્ડીઝે આ મેચ માટે 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાંથી 11 ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં રમશે. આ 13 ખેલાડીઓની યાદીમાં ફાસ્ટ બોલર જાડેન સીલ્સનું નામ પણ શામેલ છે, આ સિવાય શાઈ હોપ અને કિયરન પોવેલ પણ સમાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે શાઈ હોપ અને પોવેલ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.

કપ્તાન ક્રેગ બ્રાથવેટ છે. આ પ્રવાસ પર બે ટેસ્ટ મેચની શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચની ટી 20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. બંને ટેસ્ટ મેચ સેન્ટ લ્યુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવાની છે. જ્યારે ટી -20 શ્રેણીની તમામ મેચ ગ્રેનાડામાં રમાશે. પ્રથમ ટેસ્ટ 10 થી 14 જૂન અને બીજી ટેસ્ટ 18-22 જૂન વચ્ચે રમાવાની છે. આ પછી, ટી 20 શ્રેણીની મેચ 26, 27, 29 જૂન અને 1, 3 જુલાઇએ રમાશે.

વેસ્ટ ઇન્ડીઝની 13 સભ્યોની ટીમ આ પ્રમાણે છે. ક્રેગ બ્રેથવેટ, જેર્માઇન બ્લેકવુડ, શાય હોપ, કાયલ મેયર્સ, રસ્ટન ચેઝ, કિઅરન પોવેલ, એનક્રુમાહ બોનર, જોશ ડી સિલ્વા, જેસન હોલ્ડર, રાખીમ કોર્નવોલ, અલઝારી જોસેફ, કેમર રોચ, જાડેન સીલ્સ