PAK W vs WI W/ રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને 3 રને હરાવ્યું

વેસ્ટ ઈન્ડિઝે પાર્લના બોલેન્ડ પાર્ક ખાતેની તેમની ગ્રુપ બીની મેચમાં પાકિસ્તાનને 3 રને હરાવીને સેમીફાઈનલની પોતાની આશા જીવંત રાખી હતી.

Top Stories Sports
12 4 રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને 3 રને હરાવ્યું

PAK W vs WI W :વેસ્ટ ઈન્ડિઝે પાર્લના બોલેન્ડ પાર્ક ખાતેની તેમની ગ્રુપ બીની મેચમાં પાકિસ્તાનને 3 રને હરાવીને સેમીફાઈનલની પોતાની આશા જીવંત રાખી હતી. 117 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાન 113/5 પર સમેટાઇ ગયું હતું. આલિયા રિયાઝે 23 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી કુલ 116/6 બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે વિલિયમ્સના 30 રનની મદદથી 116 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી નિદા દારે 13 રનમાં 2 વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત પણ ખરાબ રહી હતી. પાકિસ્તાને 15ના સ્કોર પર પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નિદા (27)એ ટીમને વાપસી આપી, પરંતુ તે પૂરતું ન હતું.

(PAK W vs WI W )પાકિસ્તાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં 18 રનની જરૂર હતી. આલિયા રિયાઝ અને ફાતિમા સના ક્રિઝ પર હતા. બંનેએ સાથે મળીને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. છેલ્લા બે બોલમાં પાંચ રનની જરૂર હતી, પરંતુ શામિલિયા કોનેલે શાનદાર વાપસી કરી અને પાકિસ્તાન ત્રણથી જીતી ગયું. પાકિસ્તાન તરફથી આલિયા રિયાઝે 29 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ કેરેબિયન ટીમ તરફથી મેથ્યુઝે 14 રનમાં 2 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ સેમીફાઈનલની રેસમાં યથાવત છે.

 (PAK W vs WI W)વેસ્ટ ઈન્ડિઝે તેની તમામ ચાર મેચ રમી છે, જેમાં બેમાં જીત અને બેમાં હાર થઈ છે. તેને કુલ ચાર માર્કસ છે. તે જ સમયે, પાકિસ્તાને ત્રણ મેચ રમી છે, જેમાં તેને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેના માત્ર બે પોઈન્ટ છે. તેની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે. આ સાથે જ ભારત ગ્રુપ Bમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારતની આગામી મેચ આયર્લેન્ડ સામે છે. જો ભારત આ મેચ જીતશે તો તે સેમીફાઈનલમાં પહોંચી જશે.

NDRF/તુર્કીમાં NDRFનું ઓપરેશન દોસ્ત પરિપૂર્ણ ,સ્થાનિક લોકોએ તાળીઓના ગડગડાટ સાથે આપી વિદાય