સૈનિક/ કાબુલમાં બ્લાસ્ટ થયા બાદ અમેરિકન સૈનિકે ટાેચના નેતાઓ વિશે શું કહ્યું.. વીડિયો વાયરલ

શેલરે ગુરુવારે તેના ફેસબુક એકાઉન્ટ પર ચાર મિનિટનો 45 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે લશ્કરી યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે

Top Stories
soilder કાબુલમાં બ્લાસ્ટ થયા બાદ અમેરિકન સૈનિકે ટાેચના નેતાઓ વિશે શું કહ્યું.. વીડિયો વાયરલ

અફઘાનિસ્તાનથી પરત ફરતા  અમેરિકાને કાબુલ બ્લાસ્ટના રૂપમાં મોટો આંચકો લાગ્યો, જેમાં તેમના 13 સૈનિકો શહીદ થયા. કાબુલ આતંકી હુમલા બાદ અમેરિકાએ ષડયંત્રખોરને  મારી નાખ્યા હશે, પરંતુ આ દરમિયાન એક અમેરિકન સૈનિકે દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની ભૂલના કારણે આ અકસ્માત થયો છે.અફધાનિસ્તાનમાં નિષ્ફળતા માટે અમેરિકાના વરિષ્ઠ અને સીનિયર નેતાઓ પાસે જવાબ માંગવાનું એક બટાલિયન કંમાન્ડરને ભારે પડ્યું છે. તેને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

યુએસ આર્મીના લેફ્ટનન્ટ કર્નલ સ્ટુઅર્ટ શેલરે કાબુલ હુમલાના થોડા સમય બાદ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓને અફઘાનિસ્તાનમાં અમેરિકાની નિષ્ફળતા માટે જાહેરમાં જવાબદારી લેવાની હાકલ કરી હતી. શેલરે ગુરુવારે તેના ફેસબુક એકાઉન્ટ પર ચાર મિનિટનો 45 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે લશ્કરી યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે અને યુએસ નેતૃત્વને અફઘાનિસ્તાનમાં વિક્ષેપની જવાબદારી લેવાની હાકલ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.  અફઘાનિસ્તાનમાંથી દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે તે પહેલા બાગરામ એરફિલ્ડ વ્યૂહાત્મક આધાર રીતે  ખાલી કરવાનું ખરાબ વિચાર હતો  શું કોઈએ આ કર્યું છે? અને જ્યારે તમે તે કરવાનું વિચાર્યું ન હતું, ત્યારે હાથ ઉંચા કરી લીધા  અને કહ્યું, ‘ સંપૂર્ણપણે ભૂલ કરી છે?’

કર્નલે સંરક્ષણ સચિવ લોઈડ ઓસ્ટિન, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલી અને અન્યને જવાબદારી લેવા માટે કહ્યું હતું . વીડિયો વાયરલ થયા બાદ કર્નલ શેલાર પર મુસીબત આવી પડી અ તેમને તેમની ફરજોમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જો કે, યુએસ આર્મીના પ્રવક્તા મરીન કોર્પ્સે જણાવ્યું હતું કે કમાન્ડરને “આદેશ આપવાની ક્ષમતામાં વિશ્વાસ અને આત્મવિશ્વાસના અભાવને કારણે” ફરજમાંથી મુક્તિ આપવામાં આવી છે.