નિવેદન/ નસીરૂદ્દીન શાહે ત્રણ ખાન વિશે એવું તો શું કહ્યું…

ફિલ્મ ઉદ્યોગ સ્વતંત્ર થવાની શક્તિ ધરાવે છે અને ઈચ્છે છે કે તેમની પાસે આવું કરવા માટે પૂરતી હિંમત હોય. પરંતુ ખાન હાર માની રહ્યા  છે

Entertainment
nasaruddin નસીરૂદ્દીન શાહે ત્રણ ખાન વિશે એવું તો શું કહ્યું...

બોલીવુડ અભિનેતા નસીરૂદ્દીન શાહ હમેશા તેમના નિવેદનના લીધે ચર્ચામાં રહે છે ,ફરી એકવાર નસીરૂદ્દીન શાહ ચર્ચામાં આવ્યા છે તેમણે બોલીવુડના દિગ્ગજ અભિનેતા ત્રણ ખાન આમીર,શાહરૂખ, અને સલમાનને લઇને નિવેદન આપ્યો છે.ખાન દેશના મુદ્દે બોલતા નથી તેનું મોટું કારણ એ છે કે તેમને ખોવા માટે ઘણું બધું છે. તેમણે કહ્યું કે હું કહેવાવાળો કોણ છું,પોતાની ઉપલબ્ધિ અને વધારે વિશ્વાસ હોવો જોઇએ જે તેમની પાસે નથી.તેમણે કહ્યું કે તે બોલી શકતા નથી પરંતુ કલ્પના કરી શકે છે ,તે કેટલા હેરાન થશે.

નસીરુદ્દીને વધુમાં કહ્યું કે ખાન ત્રિપુટી તેમની સાથે જે પ્રકારનાં અત્યાચારો થશે તેનાથી ચિંતિત છે. તેમની પાસે ઘણું ગુમાવવાનું છે. નસીરુદ્દીન શાહે વધુમાં કહ્યું કે તેથી મને લાગે છે કે હું બોલી શકું છું, મારે ગુમાવવાનું બહુ નથી. અભિનેતાએ કહ્યું કે ફિલ્મ ઉદ્યોગ સ્વતંત્ર થવાની શક્તિ ધરાવે છે અને ઈચ્છે છે કે તેમની પાસે આવું કરવા માટે પૂરતી હિંમત હોય. પરંતુ ખાન હાર માની રહ્યા  છે કારણ કે તેમની રુચિઓ ખૂબ મોટી અને ખૂબ જ વૈવિધ્યસભર છે અને તેમને  ગુમાવવાનું ઘણું છે અને સરળ લક્ષ્ય છે.