Not Set/ એવું તો શું થયું કે દરિયાપુરના PI, PSI સહિત આખો ડી-સ્ટાફ સસ્પેન્ડ કરાયો…

સેક્ટર-2માં ઉપરથી નીચે સુધીના પોલીસ કર્મચારીને ખબર ન હોય અને આટલું મોટું જુગારધામ ચાલે તે કોઈ માની શકતું નથી….

Ahmedabad Gujarat
A 267 એવું તો શું થયું કે દરિયાપુરના PI, PSI સહિત આખો ડી-સ્ટાફ સસ્પેન્ડ કરાયો...

અમદાવાદમાં મનપસંદ જીમખાના રેડ કેસમાં પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દરિયાપુરપોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે શહેર પોલીસ કમિશનરે પીસીબી સ્ક્વોર્ડના 09 જેટલા પોલીસકર્મીઓની બદલી કરી છે.થોડા દિવસ અગાઉ દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા.જ્યાં 11 લાખથી વધુનો મુદ્દામાલ અને 180થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 180 જુગારીઓ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયા સંદર્ભે શહેર પોલીસ કમિશનરે દરિયાપુરના પીઆઈ આર.જી. જાડેજા, ડી સ્ટાફ પીએસઆઈ કે.સી. પટેલ સહિત સમગ્ર ડી સ્ટાફને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી)ના પીએસઆઈ સહિત 9 પોલીસ કર્મચારીઓની બીજી જગ્યા બદલી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :PM Modi આજે ગુજરાતના મહત્વના પ્રોજેકટોનું વર્ચ્યુયલ લોકાર્પણ કરશે

દરિયાપુર ડી સ્ટાફના કુલ મળીને 16 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કર્યા છે. પરંતુ સેક્ટર-2માં ઉપરથી નીચે સુધીના પોલીસ કર્મચારીને ખબર ન હોય અને આટલું મોટું જુગારધામ ચાલે તે કોઈ માની શકતું નથી. આ કેસમાં મગરમચ્છને છોડી નાની માછલીઓનો શિકાર થયો હોય તેવો ઘાટ સર્જાયો છે.

દરિયાપુર પોલીસ સ્ટેશન સિવાયની પીસીબી, ક્રાઇમબ્રાંચ એટીએસ, સ્ટેટ મોનિટરિંગ સેલના પણ કેટલાક પોલીસ કર્મચારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ હપ્તો ચુકવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :પંચમહાલ જીલ્લામાં પ્રેમીપંખીડાએ આપઘાત કરતા ભારે અરેરાટી ફેલાઇ

ઉલ્લેખનીય છે કે, મનપસંદ જીમખાનામાં રેડ દરમિયાન 40 જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પરંતુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને આસપાસના મકાનો પણ તપાસ કરતા 7 જેટલા મકાનમાં જુગાર નગરી વસાવી જુગાર રમતા લોકોને ઝડપી લઈ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપત્ કર્યો હતો. સૂત્રોના જણાવ્યું અનુસાર આ અગાઉ મનપસંદ જીમખાના ઉપર ઘણી વખત રેડ કરવામાં આવી હતી, પરંતુ સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પોલીસના હાથે ઝડપાયો નહોતો.

આ પણ વાંચો :મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો, અમદાવાદમાં એક પણ કેસ નહીં