IPL 2021/ એવુ શું બન્યુ કે મેચ રેફરી મનુ નય્યરે આઈપીએલનાં બાયો બબલને છોડ્યું?

કોરોનાકાળ વચ્ચે દેશમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, ગુરુવારે માતાનાં અવસાન બાદ મેચ રેફરી મનુ નય્યર અમદાવાદનાં આઈપીએલ 2021 નાં ​​બાયો બબલથી પરત ફર્ય હતા.

Sports
mi 8 એવુ શું બન્યુ કે મેચ રેફરી મનુ નય્યરે આઈપીએલનાં બાયો બબલને છોડ્યું?

કોરોનાકાળ વચ્ચે દેશમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, ગુરુવારે માતાનાં અવસાન બાદ મેચ રેફરી મનુ નય્યર અમદાવાદનાં આઈપીએલ 2021 નાં ​​બાયો બબલથી પરત ફર્ય હતા. મનુ નય્યરે છેલ્લે મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચમાં મેચ રેફરીની ભૂમિકા નિભાવી હતી.

કોરોનાના દર્દીઓની વ્હારે આવ્યા ક્રિકેટર્સ / સચિન તેંડુલકરે મિશન ઓક્સિજનને દાનમાં આપ્યા 1 કરોડ, દિલ્હી કેપિટલ્સ એ આપ્યા 1.5 કરોડ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની મેચ બેંગલોરની ટીમે એક રનથી જીતી હતી. દિલ્હી રણજી ટ્રોફીનાં ભૂતપૂર્વ ખેલાડી મનુ નય્યરે આઈપીએલનાં મુંબઇ ચરણની મેચોમાં સત્તાવાર ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ તેમને અમદાવાદ ચરણમાં આ ભૂમિકા આપવામાં આવી હતી, પરંતુ હવે તે તેમના પરિવારમાં જોડાવા માટે ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. આઈપીએલનાં બાયો બબલનાં નિયમો અનુસાર, બાયો બબલથી પીછેહઠ કર્યા પછી, ફરીથી પ્રવેશ કરતા પહેલા તેમને ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. આ અગાઉ, ભારતનાં ટોચનાં અમ્પાયરોમાં સામેલ નીતિન મેનનનાં પરિવારનાં સભ્ય, કોવિડ પોઝિટિવ હોવાનુ જાણવા મળ્યુ હતુ, ત્યારબાદ તેમણે આઇપીએલની વર્તમાન સીઝનમાંથી પીછે હઠ કરી અને ઈંદોરમાં પોતાના ઘરે પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. નીતિન મેનનની પત્ની અને માતા કોવિડ-19 પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે અને તેથી તેઓએ આઈપીએલનાં બાયો સિક્યોર એન્વાયર્નમેન્ટમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. નીતિન મેનનની માતા ઈંદોરની એક હોસ્પિટલમાં દાખલ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમની માતા અને પત્ની કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમની માતા ઇન્દોરમાં હોસ્પિટલમાં દાખલ છે. તેમના પિતાની તબિયત પણ ઠીક નથી. તેઓને ચાર કે પાંચ વર્ષનો બાળક છે. તેથી તેમને તેમના પરિવારમાં પાછા ફરવું જરૂરી હતું.

IPL 2021 / બાયો બબલ વિશે તમે શું જાણો છો? કેવી રીતે ખેલાડીઓ રહી શકે છે સુરક્ષિત?

માનવામાં આવે છે કે પરિવારની હાલત સારી થયા પછી મેનન આઈપીએલમાં વાપસી કરી શકે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોલ રેફલે પણ આઈપીએલમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, એવું માનવામાં આવે છે કે તેમના રવાના થયાનાં માત્ર 10 મિનિટ પહેલા, દોહા થઈને ઓસ્ટ્રેલિયા જતુ વિમાન રદ કરાયું હતું. તો હવે આઈપીએલ પૂરી થયા બાદ તે બાકીનાં ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓની સાથે ઘરે પરત ફરી શકે છે.

Untitled 46 એવુ શું બન્યુ કે મેચ રેફરી મનુ નય્યરે આઈપીએલનાં બાયો બબલને છોડ્યું?