Politics/ એવુ શું થયુ કે ગવર્નર જગદીપ ધનખડે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની આપી ચેતવણી?

ટીએમસીનાં વડા મમતા બેનર્જી ત્રીજી વખત પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને પદ અને ગોપનીયતાનાં શપથ અપાવ્યા છે. એક તરફ રાજ્યપાલે ત્રીજી વખત દીદીને રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે શપથ અપાવ્યા તો થોડા સમય પહેલા જ તેમણે એક ટ્વીટ કર્યું હતું.

Top Stories India
123 91 એવુ શું થયુ કે ગવર્નર જગદીપ ધનખડે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની આપી ચેતવણી?

ટીએમસીનાં વડા મમતા બેનર્જી ત્રીજી વખત પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને પદ અને ગોપનીયતાનાં શપથ અપાવ્યા છે. એક તરફ રાજ્યપાલે ત્રીજી વખત દીદીને રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે શપથ અપાવ્યા તો થોડા સમય પહેલા જ તેમણે એક ટ્વીટ કર્યું હતું.

શપથ ગ્રહણ / મમતા બેનર્જીએ મુખ્યમંત્રીનાં શપથ લીધા, સતત ત્રીજીવાર બન્યા પ.બંગાળનાં CM

રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વીટ કર્યું કે, ‘મમતા બેનર્જી, કોલકાતા પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસનાં મુદ્દાઓ ઉઠાવ્યા પછી પણ, ચૂંટણી બાદ રાજ્યમાં હિંસા બંધ થઈ રહી નથી. આવી હિંસા લોકશાહી માટે શરમજનક છે.’ આ રીતે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડે તેને અવગણી શકાય નહીં. રાજ્યમાં આવી પરિસ્થિતિઓ ચાલુ ન રાખી શકાય. રાજ્યપાલ જગદીપ ધનખડનું આ ટ્વીટ તેમની તરફથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે. સોમવારે રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યનાં ડીજીપી સાથે વાત કરી હતી અને ચૂંટણી પછી ચાલુ રહેલી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, તેમણે મંગળવારે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી છે અને તેમણે બંગાળમાં ચાલી રહેલી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન, ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયેલા અભિનેતા મિથુન ચક્રવર્તીએ ચૂંટણી બાદ ચાલુ રહેલી હિંસાને રોકવાની અપીલ કરી છે.

https://twitter.com/jdhankhar1/status/1389777560024731648?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1389777560024731648%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fassembly-elections%2Fbengal-election-2021%2Fstory-west-bengal-governer-jagdeep-dhankar-tweets-on-situation-of-law-and-order-before-oath-of-mamata-banerjee-4013493.html

મોટો નિર્ણય / કોરોનાની બીજી લહેરથી નિકળવા RBI એ 50 હજાર કરોડની સહાયની કરી ઘોષણા

આપને જણાવી દઈએ કે 2 મે નાં રોજ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ટીએમસીની જીતની ઘોષણા થઈ ત્યારથી રાજ્યમાં હિંસાનો તબક્કો આજે પણ યથાવત છે. ટીએમસી પર ભાજપ દ્વારા નંદીગ્રામ, દક્ષિણ 24 પરગણા સહિત રાજ્યનાં અનેક ભાગોમાં હિંસાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હિંસક ઘટનાઓ બાદ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા મંગળવારે બે દિવસીય પ્રવાસ પર બંગાળ પહોંચ્યા હતા. તેમણે રાજ્યમાં હિંસામાં માર્યા ગયેલા ભાજપનાં કાર્યકરોનાં સંબંધીઓને મળ્યા છે. આ ઉપરાંત હિંસક બનાવનો ભોગ બનેલા લોકોએ કેટલાક ઇજાગ્રસ્તો સાથે વાતચીત પણ કરી છે.

sago str 3 એવુ શું થયુ કે ગવર્નર જગદીપ ધનખડે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની આપી ચેતવણી?