ગાંધીનગર/ દહેગામમાં પીએમ મોદીની સુરક્ષામાં શું થઈ ચુક? સામે આવ્યો આ વીડિયો

પીએમ મોદીએ ગાંધીનગરના દહેગામમાં રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Top Stories Gujarat Others
પીએમ મોદીની
  • દહેગામ તંત્રની બેદરકારી સામે આવી
  • પીએમ મોદીની સુરક્ષામાં ચુક ?
  • પીએમ મોદીનો રોડશો નીકડ્યો હતો દહેગામમાં
  • અચાનક એક ગાય રોડ પર વચ્ચે દોડવા લાગી

ચાર રાજ્યોમાં બમ્પર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આ દરમિયાન પીએમ મોદીએ ગાંધીનગરના દહેગામમાં રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.  જણાવીએ કે જ્યારે પીએમ મોદીનો રોડ શો દહેગામથી નીકળી રહ્યો હતો ત્યારે આચનક જ એક ગાય રોડ વચ્ચે દોડવા લાગી હોવાનું સામે આવ્યું છે. જે બાદ ઘણા સવાલ ઉઠી રહ્યા છે કે,  સુરક્ષામાં ચૂક કહેવાય કે તંત્રની બેદરકારી ? સુરક્ષા ઘેરા અંગે અનેક તર્ક વિતર્કો છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બની ચૂકી છે. તમને યાદ જ હશે કે થોડા સમય પહેલા જ્યારે પીએમ મોદી પંજાબમાં ગયા હત્યા ત્યારે પણ તેમની સુરક્ષામાં ચૂક થઈ હતી.પંજાબના પ્રવાસે ગયેલાં પ્રધાનમંત્રી મોદીનો કાફલો જ્યારે ફિરોઝપુર નજીક પહોંચ્યો ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ તે રસ્તો રોકીને અવરોધ ઉભો કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, જ્યાંથી જે રૂટ પરથી પ્રધાનમંત્રી મોદી પસાર થવાના હતા તે રૂટ પર આ પ્રકારની અવ્યવસ્થા અને સુરક્ષામાં ચુકની ઘટના બની હતી. આ કારણે પ્રધાનમંત્રી એક ફ્લાઈઓવર પર આશરે 20 મિનિટ સુધી ફસાયેલા રહ્યા. ઘટના બાદ પ્રધાનમંત્રી કોઈ કાર્યક્રમમાં સામેલ થયા વગર દિલ્હી પરત ફરી ગયા હતા.

આ પણ વાંચો :ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં 165 ગુણી ધાણા ભરેલ ટ્રકની ચોરી, 3 આરોપીની

આ પણ વાંચો :રક્ષા યુનિવર્સિટી દેશ માટે ઘરેણું છે : PM મોદી

આ પણ વાંચો :PM મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, અહીં જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

આ પણ વાંચો :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, દાંડીમાર્ચ સાયકલ યાત્રામાં આપી હાજરી