Not Set/ બાળકને શૈશવકાળમાં જ્યારે શરદી કે ખાંસી થાય ત્યારે કયા ઘરગથ્થુ ઉપાય કરી શકાય ?

આમ તો કોઈપણ ઋતુ હોય નાના બાળકોને શરદી કે ખાંસી થવી તે સામાન્ય બાબત છે પરંતુ ખૂબ જ તકલીફ દાયક હોય છે. એમાં પણ ચોમાસા અને શિયાળાની ઋતુમાં બાળકોને શરદી થવી માતા-પિતા

Health & Fitness Lifestyle

માતૃત્વ : ભાવિની વસાણી

આમ તો કોઈપણ ઋતુ હોય નાના બાળકોને શરદી કે ખાંસી થવી તે સામાન્ય બાબત છે પરંતુ ખૂબ જ તકલીફ દાયક હોય છે. એમાં પણ ચોમાસા અને શિયાળાની ઋતુમાં બાળકોને શરદી થવી માતા-પિતા માટે પણ એક મોટી સમસ્યા બની જાય છે. બે વર્ષ કરતા નાના બાળકોને ડોક્ટરની સલાહ વિના કોઈ પણ દવા આપવી જોઈએ નહીં. કારણ કે નાના બાળકોને ડોક્ટરની સલાહ વિના દવા આપવી તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આ માટે કેટલાક ઘરેલૂ નુસખા ઉપયોગમાં લઈ શકાય, ઘરની અંદર મળી રહે તેવી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી શિશુને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય અને ખાંસીમાં પણ આરામ મળશે.

* બાળકની ઉપર સીધું કોઈ ચીજ વસ્તુનો પ્રયોગ કરવા કરતા આડકતરી રીતે કરવો જોઈએ. તાવડીમાં તજ અને લવિંગ શેકવા મૂકી કપડું ગરમ કરી તેનો શેક છાતી અને નાક પર આપી શકાય. પરંતુ શિશુની ત્વચા બહુ મુલાયમ હોય છે તે માટે પહેલા પોતાની ત્વચા પર ચેક કરી પછી શેક આપવો જોઈએ.

* નાના બાળકોને શરદી કે ખાંસી થાય તો ગરમ પાણીની વરાળ આપી શકાય છે, તેનાથી ગળામાં જામેલો કફ હશે તો સાફ થઈ જશે તેમજ બાળકને આરામ પણ મળશે. બાળકને ખોળામાં રાખી અને તમે તેને બાફ અપાવી શકો છો.

* મધ એ શરીરમાં ખૂબ જ આરામ અપાવે છે એક વર્ષથી મોટુ બાળક હોય અને તેને શરદી હોય તો રોજ એક ચમચી મધ આપવું જોઈએ. ખાંસી રોકવામાં તો મદદ થશે સાથે જ તેને ઊંઘ લાવવામાં પણ મદદરૂપ થશે. એક વર્ષથી નાના બાળકને મધ આપવું જોઈએ નહીં.

* જો બાળક આઠ મહિનાનું હોય ત્યારે બાળકને દૂધમાં બદામ ઘસીને આપી શકાય છે. બાળક માટે અડધી બદામ બહુ થઈ જાય છે. જેથી ભારે શરદી અને ખાંસી જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે, બાળકને બદામ આપતી વખતે ધ્યાન રાખો કે પલાળેલી બદામ તેની છાલ કાઢીને આપવી જોઈએ.

The Dangers of Cough Medicine for Children – San Diego – Sharp Health News

* નાગરવેલના પાનને ચારણીમાં મૂકી દીવાની જ્યોત પર રાખી થોડા શેકવા, પછી બાળકની છાતી પર શેક કરવાથી પણ કફમાં રાહત થાય છે.

* સૌથી વધારે બાળકને ખાંસી રાત્રે સૂતી વખતે થાય છે, જેના કારણે તેની ઊંઘમાં ખલેલ પહોંચે છે. આ કારણથી બાળકને રાત્રે ઊંઘાડતી વખતે બાળકના માથા હેઠળ મુલાયમ ઓશીકુ રાખો, જેથી બાળકને તકલીફ ન થાય અને તેનું માથું પણ ઊંચું રહે.

* તાવડી પર બે ચપટી અજમા અને બે ત્રણ લસણની કળીને શેકી લો, અને આ મિશ્રણને ઠંડુ કરી અને બાળક પાસે મૂકી દો, તેની સુગંધથી બાળકને શરદી અને ખાંસીમાંથી આરામ મળશે, કારણકે અજમા અને લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે બેક્ટેરિયાને મારી શકે છે.

* શિયાળાની ઋતુમાં ચપટી હળદર અને એક બે કળી કેસર વાળું દૂધ પીવડાવવાથી શરદી અને ખાંસીમાં ઘણી રાહત મળે છે.

Why Kids Under 6 Shouldn't Take Cough or Cold Medicine

* બાળક નાનું હોય ત્યારે કોઈ શરદી અને ખાંસીની દવા આપવા કરતા તેને નાક બંધ થઇ જવાની સમસ્યા હોય ત્યારે રાત્રે તે ઊંઘતું હોય ત્યારે તેના બેડ, પીલો કે ઘોડિયાના ખોયામાં બાળકની ત્વચાને સ્પર્શે નહીં તે રીતે નીલગીરી લગાડો. જેથી બાળકની ઊંઘમાં ખલેલ પડતી નથી. આ માટે નીલગીરીના પોપટા મેડિકલ સ્ટોરમાં સહેલાઇથી મળી જાય છે, નીલગીરીના તેલની શીશી પણ રાખી શકો છો.

* બાળકની કફ પ્રકૃતિ હોય ત્યારે ચોમાસા અને શિયાળાની ઠંડીના દિવસોમાં વારે વારે શરદી થઈ જતી હોય છે, ત્યારે બાળકના પગના તળિયે વિક્સ વેપોરબ કે હળદર લગાડી અને રાત્રે ઢીલાં મોજા પહેરાવી રાખવા જોઈએ. જેથી પગના તળિયે ગરમાવો રહેવાના કારણે શરદી વધતી નથી.

* જો બાળક થોડું મોટું હોયતો બાળકને તરલ પદાર્થ આપવા જોઈએ. તેને હૂંફાળું પાણી પીવડાવો. સૂપ બનાવીને પણ ખોરાકમાં આપી શકો છો. ચપટી સૂંઠ વાળું દૂધ પીવડાવી શકાય. જેના દ્વારા ગળાનો શેક થાય છે. બાળકને ખાંસીની સમસ્યા વધારે થઈ રહી હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે પછી ઘરઘરાટનો અવાજ આવતો હોય, તો તુરંત જ ડોક્ટરને દેખાડો બાળકોને ન્યુમોનિયા બહુ જલદી થઈ જતો હોય છે.