Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પથી શું છુપાવી રહી છે, AMC..? સરણીયા વાસ પાસે દીવાલ કેમ બનાવવામાં આવી..?

અમદાવાદ માં ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે ત્યારે amc દ્વારા વિકાસ ની દીવાલ ઉભી કરવામાં આવી છે .. જી હા … વિકાસની દીવાલ જ … કેમ કે આ દિવાલ ડોનાલ્ડ ટ્રેમ્પને અમદાવાદની વરવી હકીકતોથી દુર  રાખવા માટે બનાવવામાં આવી છે. જી હા… જેની પાછળ છુપાયી છે, ગરીબ અને લાચાર લોકોની લાચારી.. અમદાવાદ જેવા મેટ્રોસિટીની વચ્ચે […]

Ahmedabad Gujarat
khakhati 3 ડોનાલ્ડ ટ્રમ્પથી શું છુપાવી રહી છે, AMC..? સરણીયા વાસ પાસે દીવાલ કેમ બનાવવામાં આવી..?

અમદાવાદ માં ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે ત્યારે amc દ્વારા વિકાસ ની દીવાલ ઉભી કરવામાં આવી છે .. જી હા … વિકાસની દીવાલ જ … કેમ કે આ દિવાલ ડોનાલ્ડ ટ્રેમ્પને અમદાવાદની વરવી હકીકતોથી દુર  રાખવા માટે બનાવવામાં આવી છે.

જી હા… જેની પાછળ છુપાયી છે, ગરીબ અને લાચાર લોકોની લાચારી.. અમદાવાદ જેવા મેટ્રોસિટીની વચ્ચે વસેલા ગરીબ લોકો કે જેઓ આજે પણ તમામ પ્રકારની પ્રાથમિક શુખ અને સુવિધાથી વંચિત છે. જી હા… જો હકીકત ટ્રમ્પ જુવે તો ….

ઇન્દિરા બ્રિજ નજીક એક સરણીયા વાસ આવેલ છે જેમાં લોકો ઝુંપડપટ્ટી માં રહે છે જ્યાં પીવાના પાણી માટે લાઈન નથી અને ડ્રેનેજ માટેની પણ લાઈન નથી.  કાચા ઝૂંપડામાં રહેતા લોકોની હકીકત છુપાવવા માટે અહીં 8 ફૂટની દીવાલ બનાવમાં આવી છે.  જેથી દીવાલની પાછળની હકીકત ડોનાલ્ડ ટ્રમ્પની સામે ના આવે.  અગાઉ પણ જ્યારે કોઈ vvip અહીંથી પસાર થવાના હોય ત્યારે અહીંયા ખાસ લીલા પડદા લગાવીને હકીકત છુપાવવાના પ્રયાસ કરતા હતા,  ત્યારે હવે અહીંયા 8 ફૂટની દીવાલ ઉભી કરતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે .

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.