મનોરંજન/ સલમાનની ફિલ્મ રાધેમાં એવુ શું છે કે લોકોએ ‘રાધે ફિલ્મ કા બહિષ્કાર કરો’ હેશટેગ ચલાવ્યું

સલમાન ખાનની મોસ્ટઅવેટેડ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ અનેક મંચ પર રિલીઝ કરવામાં આવી છે.

Entertainment
Untitled 39 સલમાનની ફિલ્મ રાધેમાં એવુ શું છે કે લોકોએ 'રાધે ફિલ્મ કા બહિષ્કાર કરો' હેશટેગ ચલાવ્યું

સલમાન ખાનની મોસ્ટઅવેટેડ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ અનેક મંચ પર રિલીઝ કરવામાં આવી છે. ઈદ પર આવેલી આ ફિલ્મ રિલીઝ થયા પછી જબરદસ્ત હેડલાઇન્સમાં આવી ગઇ છે. રાધે વિશે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારનાં ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. વળી બીજી તરફ ટ્વિટર પર આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. આને કારણે, ઘણા લોકો ‘#રાધે ફિલ્મ કા બહિષ્કાર કરો’ હેશટેગ દ્વારા પોસ્ટ કરતા આ ફિલ્મને કેમ બોયકોટ કરવી જોઇએ તે કહી રહ્યા છે.

Viral Video / આમિર ખાનનો રિક્ષાઓ પર તેની ફિલ્મનું પોસ્ટર લગાડતો થ્રોબેક વીડિયો વાયરલ

આપને જણાવી દઇએ કે, સલમાન ખાનની ફિલ્મ રાધે રિલીઝ થયા પછી, એક તરફ તેના ચાહકો સોશિયલ મીડિયા પર પોતાની એક્સાઇટમેન્ટ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા અને બીજી તરફ ”#રાધે ફિલ્મ કા બહિષ્કાર કરો” નો હેશટેગ ટ્રેંડ થતો જોવા મળ્યો હતો. આ હેશટેગની સાથે કરવામાં આવેલી પોસ્ટ જોઇએ તો કોઇ યૂઝર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ બોલિવૂડ પર નારાજ દેખાઇ રહ્યા છે તો કોઇને સલમાન ખાનની આ ફિલ્મ પસંદ આવી નથી. લોકોનાં ફટાફટ પોસ્ટનાં કારણે ‘#રાધે ફિલ્મ કા બહિષ્કાર કરો’ આ હેશટેગ ટ્વિટરનાં ટ્રેડિંગ લિસ્ટમાં જોવા મળ્યુ.

https://twitter.com/RakeshLove1c/status/1392786754860552197?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1392786754860552197%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2F

યુએઈમાં પહેલા ગ્લોબલ પ્રીમિયરમાં સલમાન ખાનની ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ‘રાધે’ ને સોશિયલ મીડિયા પર જોવા મળેલા પ્રેક્ષકોનાં રિવ્યૂ વિશે વાત કરીએ તો, એક યૂઝર્સે 5 સ્ટાર આપતા લખ્યું છે, એક શબ્દમાં રાધે એક બ્લોકબસ્ટર છે. બીજા યૂઝર્સે લખ્યું છે, પહેલા હાફમાં જ શર્ટલેસ સીન, સ્મોક ફાઇટ, ધમાકેદાર ડોયલોગ, કોમેડી સીન અને એક્શનથી ભરેલા અંતરાલ બ્લોક. વળી એક ચાહકે લખ્યું છે કે, સલમાન ખાનને 15 મિનિટની અંદર શર્ટલેસ જોવું એ 2021 ની અત્યાર સુધીની શ્રેષ્ઠ બાબત છે.

majboor str 9 સલમાનની ફિલ્મ રાધેમાં એવુ શું છે કે લોકોએ 'રાધે ફિલ્મ કા બહિષ્કાર કરો' હેશટેગ ચલાવ્યું