Not Set/ ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, આ વર્ષે નહી લેવાય પરીક્ષા

વેશ્વિક કોરોના મહામારીનાં કારણે સૌથી મોટી અને ગંભીર અસર બાળકોનાં અભ્યાસને થઇ રહી છે. જો કે સમય એવો છે કે શાળા-કોલેજો હાલમાં ખુલી શકે તેમ નથી. આ મહામારીનાં સમાચાર વચ્ચે ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

Top Stories Trending
Untitled 40 ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, આ વર્ષે નહી લેવાય પરીક્ષા
  • ધોરણ 10 ના વિદ્યાર્થીને માસ પ્રમોશન
  • આ વર્ષે નહીં લેવાય ધો.10 ની પરીક્ષા
  • રેગ્યુલર વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
  • રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

વેશ્વિક કોરોના મહામારીનાં કારણે સૌથી મોટી અને ગંભીર અસર બાળકોનાં અભ્યાસને થઇ રહી છે. જો કે સમય એવો છે કે શાળા-કોલેજો હાલમાં ખુલી શકે તેમ નથી. આ મહામારીનાં સમાચાર વચ્ચે ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

ધોરણ-૧૦ નાં કુલ 10,977 શાળાઓનાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

આપને જણાવી દઇએ કે, રાજ્ય સરકારે આ વર્ષે ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જેનો અર્થ એ છે કે, આ વર્ષે ધોરણ 10 ની પરીક્ષા લેવાશે નહી. આપને જણાવી દઇએ કે, આજે રાજ્યનાં મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યનાં વિદ્યાર્થીઓનાં વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કોર કમિટિની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, આ વર્ષે આ વર્ગનાં રેગ્યુલર વિદ્યાર્થીને રસીકરણ કરવાની કામગીરી હાલમાં હાથ ધરવામા આવી નથી, તેમના આરોગ્યનાં હિતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર આ વર્ષે તેમને માસ પ્રમોશન આપવા જઇ રહી છે. આ અંગે વધુ વિગતો આપતા રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે, રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10,977 શાળાઓમાં ધોરણ-૧૦ નાં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે, રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડની પરીક્ષાઓ જે તા.10મી મે થી 25 મી મે સુધી યોજાવાની હતી તે તાજેતરની કોરોના સંક્રમણની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી મોકૂફ રાખવાનો નિર્ણય ગત મહિને જ કર્યો હતો.  જે દરમિયાન સરકારે જાહેર કરેલુ કે, કોરોના સંક્રમણની સ્થિતિનું આંકલન કરીને પૂનઃસમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે.

રાજકારણ / પપ્પુ યાદવની પત્નીએ આપી ધમકી, જો મારા પતિને મુક્ત કરવામાં ન આવ્યા તો…

ધોરણ-1થી 9 માં ભણતા વિદ્યાર્થીઓને અગાઉ આપ્યુ હતુ માસ પ્રમોશન

કોરોના મહામારીમાં દિવસો જતા કેસોની સંખ્યામાં વધારો થવાના કારણે રાજ્ય સરકારે આ પહેલા ધોરણ -1થી 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી.

રિપિટર વિદ્યાર્થીઓની ક્યારે લેવાશે પરીક્ષા

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યુ કે, કોર કમિટિમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એવો પણ નિર્ણય લીધો છે કે, ધોરણ-10 ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાનાં કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કર્યા બાદ યોજવામા આવશે.

કોરોના સંકટ / બિહારમાં CM નીતીશ કુમારે 25 મે સુધી લંબાવ્યુ લોકડાઉન

સંક્રમણની ગતિ વધવાના કારણે લેવાયો નિર્ણય

કોર કમિટિની બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યુ કે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાનાં કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, સાથે હોસ્પિટલમાંથી કોરોનાથી ઠીક થયેલા દર્દીઓને રજા પણ આપવામા આવી રહી છે, પરંતુ તેમ છતા દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યનાં વિદ્યાર્થીઓનાં ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન

રાજ્યમાં કોરોનાનાં કેસો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ખાસ ધોરણ-10 નાં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે, જેની સ્પષ્ટતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Update…

sago str 11 ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, આ વર્ષે નહી લેવાય પરીક્ષા