ભક્તિ/ આશીર્વાદ,નમસ્કાર અને પ્રણામ, વચ્ચે ભેદ શું છે…?

ભારતનાટ્યમ્ નૃત્યમાં અંજલિહસ્તમ્ નામની એક પ્રક્રિયા છે. એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નમસ્કાર કોને અને કેવી રીતે થાય? એક દક્ષિણ ભારતીયે આ વાત સમજાવી હતી. નમસ્કારના ત્રણ પ્રકાર છે.

Religious Dharma & Bhakti
પ્રણામ

આશીર્વાદ નાનાને અપાય, નમસ્કાર સરખાને થાય અને પ્રણામ મોટાને કરાય છે. આવો જોઈએ આ ત્રણેય વચ્ચે આવીલી ભેદ રેખાને … ફિલ્મી સમારંભોમાં આયોજકો ‘નમશ્કાર’ બોલે છે જે બરાબર નથી, બંગાળીમાં ઉચ્ચાર ‘નોમોશ્કાર’ થાય છે. કદાચ એની અસર છે. પણ નમસ્કાર એ સાચો શબ્દ છે. નમ:+કાર પરથી નમસ્કાર થાય છે, અને નમ:+તે પરથી નમસ્તે થયું છે.

ભારતનાટ્યમ્ નૃત્યમાં અંજલિહસ્તમ્ નામની એક પ્રક્રિયા છે. એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નમસ્કાર કોને અને કેવી રીતે થાય? એક દક્ષિણ ભારતીયે આ વાત સમજાવી હતી. નમસ્કારના ત્રણ પ્રકાર છે.

મિત્રને નમસ્કાર કરવા હોય તો છાતીની સામે બંને હાથ જોડવા જોઈએ કે જેથી મિત્રની આંખોમાં જોઈ શકાય.

ગુરુની સામે નમસ્કાર કરવા હોય તો બંને હથેળીઓ આંખોની સામે જોડવી જોઈએ કે જેથી ગુરુની આંખોમાં ન જોવાય. અને પ્રભુને નમસ્કાર કરવા હોય તો બંને હથેળીઓ માથાની ઉપર જોડવી જોઈએ.

એટલે મિત્ર માટે છાતી સામે, ગુરુ માટે આંખો સામે અને પ્રભુ માટે માથા પર નમસ્કાર થાય. જોકે ઘૂંટણિયે પડવું એ ભારતીય સંસ્કાર નથી, પણ ચરણસ્પર્શ ભારતીય છે.

પ્રણામ

પ્રણામની બાબતમાં એક વાક્ય વારંવાર વાંચવામાં આવે છે: સાષ્ટાંગ દંડવત્ પ્રણામ અથવા સાષ્ટાંગ પ્રણામ! સાષ્ટાંગ એટલે સ+અષ્ટ+અંગ એટલે આઠ અંગો સાથે! આ આઠ અંગો કયાં છે? સંસ્કૃતમાં આ આઠ છે: ઘૂંટણ, પગ, હાથ, છાતી, બુદ્ધિ, માથું, વાણી અને દૃષ્ટિ! આ આઠે અંગો સાથે એક દંડની જેમ પ્રણામ કરો ત્યારે સાષ્ટાંગ પ્રણામ કહેવાય, એમાં જમીનસરસા સૂઈને હાથ લાંબા કરીને જોડવાના હોય છે.

આ પણ વાંચો:હથેળીમાં ‘ભદ્ર યોગ’ વ્યક્તિને બનાવે છે કરોડપતિ

આ પણ વાંચો: શિવલિંગને ઘરમાં રાખવું જોઈએ કે નહિ…? 

આ પણ વાંચો:શરીરના આ તલ વ્યક્તિને બનાવે છે ભાગ્યનો સિકંદર