maratha reservation/ મરાઠા આરક્ષણ મુદ્દે હાલ શું છે હલચલ?, મરાઠા આરક્ષણની માગ 41 વર્ષ પહેલાંથી

ઓગસ્ટ મહિનાથી મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગ કરતું આંદોલન ચાલી રહ્યું છે, જોકે આ મુદ્દો 30 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય હેડલાઇન્સમાં આવ્યો, જ્યારે પ્રદર્શનકારીઓએ NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકીના ઘર અને કાર્યાલય પર પથ્થરમારો કર્યો. જોઈએ વિશેષ અહેવાલ

Mantavya Exclusive Mantavya Vishesh
What is the fuss about Maratha reservation now?, Maratha reservation demand 41 years ago

મરાઠા આરક્ષણની માગને લઈને છેલ્લા 12 દિવસમાં 13 લોકોએ આત્મહત્યા કરી છે. દાવો કરવામાં આવે છે કે આ માગને કારણે છેલ્લાં 42 વર્ષમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં પહેલું મૃત્યુ આ આંદોલનની શરૂઆત કરનારા નેતા અણ્ણાસાહેબ પાટીલનું થયું હતું. સરકારની બેદરકારીથી નારાજ થઈને તેમણે 1982માં પોતાને ગોળી મારી દીધી હતી.

26 જુલાઈ 1902. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને કોલ્હાપુરના મહારાજા છત્રપતિ શાહુજીએ એક ફરમાન બહાર પાડ્યું. એમાં કહેવામાં આવ્યું છે કે તેમના રાજ્યમાં જે પણ સરકારી પદો ખાલી છે, એમાં મરાઠા, કુનબી અને અન્ય પછાત જૂથોને 50% અનામત આપવી જોઈએ.

આ એક એવો નિર્ણય હતો, જેણે પાછળથી અનામતની બંધારણીય વ્યવસ્થા બનાવવાનો માર્ગ બતાવ્યો. મરાઠા સમુદાય પણ આને તેમની માગનો આધાર ગણાવે છે. 1942થી 1952 સુધીની બોમ્બે સરકાર દરમિયાન પણ મરાઠા સમુદાયને 10 વર્ષ સુધી આરક્ષણ મળ્યું હતું. આ પછી મામલો ઠંડો પડી ગયો.

આઝાદી પછી મરાઠા આરક્ષણ માટે પ્રથમ સંઘર્ષ મજૂર નેતા અણ્ણાસાહેબ પાટીલે શરૂ કર્યો હતો. તેમણે જ ઓલ ઈન્ડિયા મરાઠા ફેડરેશનની સ્થાપના કરી હતી. 22 માર્ચ, 1982ના રોજ અણ્ણાસાહેબ પાટીલે મરાઠા આરક્ષણ સહિત 11 માગણી સાથે મુંબઈમાં પ્રથમ કૂચ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો મરાઠા સમુદાયને અનામત નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશ. એમાં હજારો લોકો એકઠા થયા હતા.

એ સમયે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ (I) સત્તા પર હતી અને બાબાસાહેબ ભોંસલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. વિરોધપક્ષના નેતા શરદ પવાર હતા. ત્યારે શરદ પવાર કોંગ્રેસ (S) પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હતા. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લીધાં નથી, આથી અણ્ણાસાહેબ ગુસ્સે થયા.

બીજા જ દિવસે, 23 માર્ચ 1982ના રોજ તેમણે પોતાને માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી. આ પછી રાજકારણ શરૂ થયું. સરકારો પડવા લાગી અને બનવા લાગી અને આ રાજકારણમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ઠંડો પડી ગયો.

1991માં પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે આર્થિક આધારો પર સામાન્ય વર્ગ માટે 10% અનામત પ્રદાન કરવાનો આદેશ જારી કર્યો હતો. આ અંગે ઈન્દિરા સાહનીએ તેને પડકાર ફેંક્યો હતો.

આ કેસમાં નવ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું હતું કે અનામત બેઠકો અને જગ્યાઓની સંખ્યા કુલ ઉપલબ્ધ જગ્યાઓના 50%થી વધુ ન હોવી જોઈએ. બંધારણમાં આર્થિક આધાર પર કોઈ અનામત નથી.

ત્યારથી એ કાયદો બની ગયો. જ્યારે પણ રાજસ્થાનમાં ગુર્જરો, હરિયાણામાં જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા, ગુજરાતમાં પટેલો અનામતની માગણી કરે છે ત્યારે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સામે આવે છે.

જ્યારે મરાઠા આરક્ષણ મુદ્દે સુનાવણી ચાલી રહી હતી ત્યારે મુકુલ રોહતગી, કપિલ સિબ્બલ અને અન્ય વકીલોએ દલીલ કરી હતી કે 1992 પછી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. આવી સ્થિતિમાં રાજ્યોને નિર્ણય લેવાનો અધિકાર આપવો જોઈએ.

 

એવી દલીલ કરવામાં આવી હતી કે જ્યારે નરેન્દ્ર મોદી સરકારે 2019માં આર્થિક આધાર પર 10% અનામત આપી ત્યારે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ ઇન્દિરા સાહની કેસના નિર્ણયના માર્ગમાં આવ્યો ન હતો, જેના કારણે 28 રાજ્યમાં અનામતની કુલ મર્યાદા 50 ટકાને વટાવી ગઈ છે. આવી સ્થિતિમાં ઈન્દિરા સાહની કેસમાં આપેલા નિર્ણયની સમીક્ષા થવી જોઈએ.

ત્યારથી 9 જજની બેન્ચે ઈન્દિરા સાહની કેસમાં ચુકાદો આપ્યો હતો. જો એ નિર્ણયને ઉલટાવવો હોય અથવા એની સમીક્ષા કરવી હોય તો નવી બેંચમાં નવથી વધુ ન્યાયાધીશો હોવા જોઈએ. આ કારણથી 11 જજની બંધારણીય બેંચ બનાવવાની માગ થઈ રહી છે.

કેન્દ્રએ બંધારણમાં સુધારો કરીને આર્થિક આધાર પર અનામત આપી. આ પહેલાં પણ તામિલનાડુમાં સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં 69% અનામત આપવામાં આવી હતી. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે તામિલનાડુએ કહ્યું હતું કે રાજ્યની 87% વસતિ પછાત વર્ગની છે.

હરિયાણા વિધાનસભામાં અન્ય નવ સમુદાયો સાથે જાટને 10% અનામત આપવામાં આવી હતી. આનાથી રાજ્યમાં કુલ અનામત 67% થઈ ગઈ. સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ રદ કર્યું એ પહેલાં મહારાષ્ટ્ર 65% સાથે યાદીમાં ત્રીજા નંબરે હતું.

તેલંગાણા, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં 62, 55 અને 54 ટકા અનામત છે. આમ, સાત રાજ્યમાં આર્થિક ધોરણે 10% અનામત આપવામાં આવે એ પહેલાં 50 ટકાથી વધુ અનામત પહેલેથી જ હતી. એ જ સમયે 10 રાજ્યમાં 30થી 50% અનામત લાગુ હતી.

નિઝામયુગમાં મરાઠવાડા પ્રદેશમાં મરાઠાઓને કુનબી ગણવામાં આવતા હતા અને તેઓ ઓબીસી શ્રેણીમાં હતા. જોકે જ્યારે પ્રદેશ મહારાષ્ટ્રમાં જોડાયા ત્યારે તેમણે આ દરજ્જો ગુમાવ્યો.

મરાઠા ક્વોટાના નેતા મનોજ જરાંગે-પાટીલ જેવા કાર્યકર્તાઓ માગ કરી રહ્યા છે કે મરાઠાઓને કુનબી તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવે અને તેમને OBC આરક્ષણ માટે લાયક બનાવવામાં આવે.

ઓગસ્ટમાં જરાંગે પાટીલે તેમના ગામ અંતરવાલી સારથિમાં વિરોધ અને અનિશ્ચિત સમયની ભૂખહડતાળ શરૂ કરી. 1 સપ્ટેમ્બરના રોજ વિરોધ હિંસક બન્યો અને સરકારને દરમિયાનગીરી કરવી પડી.

મુખ્યમંત્રી શિંદેએ જાહેરાત કરી કે કેબિનેટે મરાઠવાડાના મરાઠાઓને કુનબી જાતિ પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લીધો છે. આ માટે પેનલે બે મહિનાની માગણી કરી હતી.

જરાંગે પાટીલે 14 ઓક્ટોબરે જાલના જિલ્લામાં એક વિશાળ રેલીમાં કહ્યું હતું કે 24 ઓક્ટોબર પછી કાં તો અંતિમયાત્રા હશે અથવા સમુદાયની જીતની ઉજવણી થશે.

એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે તમામ મોટા મરાઠી અખબારોમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરતી અગ્રણી જાહેરાતો ચલાવી હતી. સરકારે મરાઠાઓ માટે અત્યારસુધી જે કર્યું છે એ તમામ જાહેરાતોમાં સામેલ છે.

મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે જાલનાના અંતરૌલીમાં 6 દિવસથી ભૂખહડતાળ પર છે. શિંદેએ કહ્યું- મારી મનોજ જરાંગેને અપીલ છે કે અમને થોડો સમય આપો. સરકાર તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. તેમને દવા અને પાણી લેવા અપીલ છે. રાજ્યમાં 11 દિવસમાં 13 લોકોએ આત્મહત્યા કરી છે.

રાજ્યમાં બે દિવસથી હિંસક દેખાવો ચાલી રહ્યા છે. આંદોલનકારીઓએ સોમવારે NCPના બે ધારાસભ્યોના ઘરોને આગ ચાંપી દીધી હતી. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ બીડ જિલ્લાના માજલગાંવથી એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકેના બંગલામાં ઘૂસી ગયા, પથ્થરમારો કર્યો અને આગ લગાવી દીધી. તે સમયે ધારાસભ્ય, પરિવાર અને સ્ટાફ બંગલામાં હતો.

બપોરે બીડમાં જ એનસીપીના અન્ય ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરનું ઘર સળગાવવામાં આવ્યું હતું. પ્રકાશ સોલંકે અજિત પવાર જૂથના છે, જ્યારે ક્ષીરસાગર શરદ પવાર જૂથના છે. આંદોલનકારીઓએ બીડમાં જ મ્યુનિસિપલ કાઉન્સિલ બિલ્ડિંગ અને એનસીપી ઓફિસને પણ આગ લગાવી દીધી હતી.

રાજ્ય પરિવહન નિગમની 13 બસોમાં તોડફોડ કરવામાં આવી છે. જેના કારણે 250 પૈકી 30 ડેપો બંધ કરવા પડ્યા હતા. પથ્થરબાજી બાદ પુણે-બીડ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. સોમવારે રાત્રે લગભગ એક હજાર લોકો બીડ ડેપોમાં ઘૂસી ગયા હતા અને 60થી વધુ બસોમાં તોડફોડ કરી હતી.હવે 121 વર્ષ પહેલા મરાઠા આરક્ષણનો પાયો નાખવામાં આવ્યો હતો

26 જુલાઈ 1902. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને કોલ્હાપુરના મહારાજા છત્રપતિ શાહુજીએ એક ફરમાન બહાર પાડ્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના રાજ્યમાં જે પણ સરકારી પદો ખાલી છે, તેમાં મરાઠા, કુણબી અને અન્ય પછાત જૂથોને 50% અનામત આપવી જોઈએ.

આ એક એવો નિર્ણય હતો જેણે પાછળથી અનામતની બંધારણીય વ્યવસ્થા બનાવવાનો માર્ગ બતાવ્યો. મરાઠા સમુદાય પણ આને તેમની માંગનો આધાર ગણાવે છે. 1942 થી 1952 સુધીની બોમ્બે સરકાર દરમિયાન પણ મરાઠા સમુદાયને 10 વર્ષ સુધી આરક્ષણ મળ્યું હતું. આ પછી મામલો ઠંડો પડી ગયો.