Not Set/ જાણો, ઉત્તરાયણ ના દિવસે કેવો હશે પવન !

અમદાવાદ, ઉત્તરાયણના આડે હવે માત્ર બે દિવસ બાકી છે. ત્યારે આકાશમાં વાદળો છવાતા પતંગ રસીયાઓ ચિંતિત બન્યા છે. જોકે, હવામાન વિભાગે આગાહી કરી છે, કે આ ઉત્તરાયણ પર પવન સારો રહેશે. જેથી પતંગ રસીકોને પતંગ ચગાવવામાં સાનુકૂળતા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા, મુજબ ૧૪થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેમજ ઠંડીનુ પ્રમાણ પણ […]

Gujarat Navratri 2022
KITE 13 જાણો, ઉત્તરાયણ ના દિવસે કેવો હશે પવન !

અમદાવાદ,

ઉત્તરાયણના આડે હવે માત્ર બે દિવસ બાકી છે. ત્યારે આકાશમાં વાદળો છવાતા પતંગ રસીયાઓ ચિંતિત બન્યા છે. જોકે, હવામાન વિભાગે આગાહી કરી છે, કે આ ઉત્તરાયણ પર પવન સારો રહેશે. જેથી પતંગ રસીકોને પતંગ ચગાવવામાં સાનુકૂળતા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા, મુજબ ૧૪થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેમજ ઠંડીનુ પ્રમાણ પણ સાધારણ રહેશે, જેથી પતંગ રસીકોને ઠંડીનો પણ સામનો કરવો પડશે નહીં. જેથી પતંગ રસીકોને જલસો પડી જશે. આ વખતે સવારે અને સાંજે પવનની દિશા બદલાઈ શકે છે. અમદાવાદમાં પવનની દિશા પૂર્વથી પશ્ચિમ તરફની રહેશે. જાકે સવારના સમયે ઉત્તર તરફથી પવન ફુંકાય તેવુ મનાઈ રહ્યુ છે. તેમજ બપોરે ૧૨ વાગ્યા સુધી પવનની ગતિ ૧૪ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે બપોરથી સાંજના સમયે  પવનની ઝડપમાં વધઘટ થઈ શકે છે. ઉત્તરાયણના દિવસે અમદાવાદનુ લઘુત્તમ તાપમાન ૧૪ થી ૧૫ ડિગ્રી જેટલુ રહી શકે છે.

 તેમજ હવામાં ભેજ ઓછામાં ઓછો ૩૦ ટકા અને વધુમાં વધુ ૬૫ ટકા રહેશે. જેથી પતંગ ઉડાડવામાં સાનૂકૂળતા રહેશે. મહત્વનુ છે કે, ગત વર્ષે ઉત્તરાયણ પર પવન ઓછો હોવાથી પતંગ રસીકોએ નિરાશ થવુ પડ્યુ હતું. જાકે આ વખતે તેમને આવી કોઈ નિરાશાનો સામનો નહીં કરવો પડે. વહેલી સવારથી જ પવન સારો રહેવાથી પતંગ રસીકો પતંગ ઉડાડવાની ભરપુર મજા માણી શકશે. જેથી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે પક્ષીઓની સલામતીને ધ્યાનમાં રાખી વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવાનુ ટાળવામાં આવે.