Bollywood/ બોલીવુડના ભાઈજાન સલમાન ખાનની પહેલી ફી કેટલી હતી? જાણીને થઈ જશો હેરાન

સલમાન હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક છે. તેની ફિલ્મો ભારે કમાણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો પ્રથમ પગાર કેટલો?

Entertainment
સલમાન ખાનની

બોલિવૂડના દબંગ સલમાન ખાન હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક છે. સલમાન ખાનની ફિલ્મો ભારે કમાણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતાને પ્રથમ પગાર કેટલો મળ્યો? સલમાન ખાનના પહેલા પગાર વિશે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે.

આ પણ વાંચો : XXX બાદ વધુ એક હોલીવૂડ ફિલ્મમાં જોવા મળશે દીપિકા પાદુકોણ, સાઈન કરી ડીલ

એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે તેની પ્રથમ ફી 11 હજાર રૂપિયા હતી. સલમાન ખાનને આ રકમ પહેલી ફિલ્મ બીવી હો તો ઐસીમાં કામ કરવા માટે આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, સલમાન ખાને આ ફિલ્મમાં પોતાના કપડાં પહેર્યા હતા. સલમાન ખાને ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : પોતાના બાળકોને ધર્મને લઈને ટ્રોલ કરવા પર આ ખાસ વ્યક્તિનું સામે આવ્યું મોટું નિવેદન, આપી આ પ્રતિક્રિયા

સલમાન ખાને 1988 માં આવેલી ફિલ્મ બીવી હો તો ઐસીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં રેખા, ફારૂક શેખ, બિંદુ મહત્વની ભૂમિકામાં હતા. સલમાન ખાન ફિલ્મમાં ફારુક શેખનો નાનો ભાઈ બન્યો હતો. પરંતુ દબંગ ખાને સૂરજ બડજાત્યાની 1989 માં આવેલી ફિલ્મ મૈને પ્યાર કિયાથી લાઇમલાઇટ મેળવી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને તેણે સલમાન ખાનની કારકિર્દીને વેગ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

આ પણ વાંચો :મિત્રનો દાવો – શિલ્પા શેટ્ટી તેના પતિને છોડીને અલગ રહેવાનું વિચારી રહી છે

સલમાન ખાનની ફિલ્મોની વાત કરીએ તો તે હાલમાં તેની ફિલ્મ ટાઇગર 3 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર કેટરિના કૈફ સાથે જોવા મળશે. ફિલ્મના સેટ પરથી સલમાન ખાન અને કેટરીનાની ઘણી તસવીરો બહાર આવી રહી છે. લોકોએ સલમાન ખાન અને કેટરીના કૈફની ટાઇગર 1 અને 2 ને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. ટાઇગર 3 લોકોને કેટલું પસંદ કરે છે તે જોવાનું રહેશે. ટાઈગર 3 માં ઈમરાન હાશ્મી પણ સલમાન ખાન સાથે પહેલી વાર જોવા મળશે.

આ પણ વાંચો : અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝની મની લોન્ડરિંગ મામલે ઇડી કરી રહી છે પુછતાછ

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીએ ગીતા કપૂર અને ફરાહ ખાન સાથે સ્ટેજ પર લગાવ્યા ઠુમકા, વાયરલ થયો વીડિયો