Not Set/ હવે શું કરશે, હાર્દિક પટેલ..?  હાઈકોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી…

છેલ્લા ઘણાં સમયથી લાપતા હાર્દિક પટેલના વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આજ રોજ ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી હતી. હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી મામલે હાઇકોર્ટે અરજી ફગાવી છે.  હાર્દિક દ્વારા જામીનની શરતોનું  ઉલ્લંઘન કર્યું હતું. હાઇકોર્ટે  જામીન […]

Ahmedabad Gujarat
hardik patel હવે શું કરશે, હાર્દિક પટેલ..?  હાઈકોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી...

છેલ્લા ઘણાં સમયથી લાપતા હાર્દિક પટેલના વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આજ રોજ ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી હતી.

હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી મામલે હાઇકોર્ટે અરજી ફગાવી છે.  હાર્દિક દ્વારા જામીનની શરતોનું  ઉલ્લંઘન કર્યું હતું. હાઇકોર્ટે  જામીન અરજી ફગાવતા હાર્દિકની મુશ્કેલીઓ વધી છે.

અલ્પેશ કથીરીયાનો સણસણતો આરોપ, ભાજપ સરકારે હાર્દિક પટેલ સહિતના યુવાનો પર ખોટા કેસ કરીને ફસાવ્યા છે

હરકતમાં ‘પાસ’, આંદોલનનો આભાસ…?  રેશમા બાદ અલ્પેશનો એક થવા આગાઝ

ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાપુર રાયોટિંગ કેસના ફરાર આરોપી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા ઘણાં સમયથી હાર્દિક પટેલ ક્યાં ચેચે કોઈ સમાચાર નથી. તેની પત્નીએ પણ 18 જાન્યુઆરીથી હાર્દિકને ના જોયો હોવાનું ટ્વીટ કરી જણાવી ચુકી છે.

હાલમાં જ હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું હતું કે, મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઈકોર્ટમાં ચાલી રહી છે. મારી સામે અનેક બિન જામીનપાત્ર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે. હું ભાજપની સામે જનતાની લડાઈ લડતો રહીશ. જલ્દી મળીશું. જય હિન્દ

લાપતા હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં લાઈવ, ગુજરાત સરકાર અને પોલીસ પર આક્ષેપ

ખોવાયા છે…!! કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ’ – પત્ની કિંજલ પટેલે કર્યું ટ્વીટ

હાર્દિક પટેલે ટ્વિટ કરી લખ્યું કે, ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારા પર ખોટો કેસ કર્યો હતો. લોકસભા ચૂંટણી સમયે મારા થયેલા કેસની યાદી અમદાવાદ પોલીસ કમિશનર પાસે માંગી હતી. પરંતુ આ કેસ આ યાદીમાં નહોતા. 15 દિવસ પહેલા મને હિરાસતમાં લેવા અચાનક પોલીસ મારા ઘરે આવી હતી. પરંતુ હું ઘરે નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.