Not Set/ WhatsApp Web/ કોમ્પ્યુટર, લેપટોપથી ફોન કરવું શક્ય બનશે

  વોટ્સએપ વેબ ‘વર્ક ફ્રોમ હોમ‘ માં ખૂબ મદદરૂપ સાબિત થઈ રહ્યુ છે. જો કે, અમુક સમયે ફક્ત સંદેશા મોકલવાથી કામ નથી થતુ. બોસ અથવા સહકર્મીઓને કોલ કરવાની જરૂર પડે છે. કોલ મેળવવા માટે યૂઝર્સને વારં વાર ફોન ન ઉઠાવવો પડે, તે માટે વોટ્સએપ પોતાના વેબ પેઝમાં ઓડિયો અને વીડિયો કોલ ફીચર સામેલ કરવાની તૈયારી […]

Tech & Auto
111cb9d626db7504bc11b1175f668d25 WhatsApp Web/ કોમ્પ્યુટર, લેપટોપથી ફોન કરવું શક્ય બનશે
 

વોટ્સએપ વેબ વર્ક ફ્રોમ હોમમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ રહ્યુ છે. જો કે, અમુક સમયે ફક્ત સંદેશા મોકલવાથી કામ નથી થતુ. બોસ અથવા સહકર્મીઓને કોલ કરવાની જરૂર પડે છે. કોલ મેળવવા માટે યૂઝર્સને વારં વાર ફોન ન ઉઠાવવો પડે, તે માટે વોટ્સએપ પોતાના વેબ પેઝમાં ઓડિયો અને વીડિયો કોલ ફીચર સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે.

વોટ્સએપ વેબ દ્વારા પ્રકાશિત ફોટોમાં ખુલાસો થયો છે કે ઓડિયો અને વીડિયો કોલનાં બટન સર્ચ આઇકનની બાજુમાં મળશે. યૂઝર્સ તેનો ઉપયોગ ફોન લગાવવા અને ઉપાડવા માટે કરી શકશે. આ સિવાય વોટ્સએપ પણ તેના અટેચમેન્ટ આઇકોનની ડિઝાઇનમાં પણ ફેરફાર કરી રહ્યું છે. તે કેમેરા અને ગેલેરી આઇકનને લાલ અને જાંબુડિયા રંગમાં ભેળવીને વધુ આકર્ષક દેખાવ આપવાનો પ્રયાસ કરી રહ્યુ છે. એટલું જ નહીં સર્ચઅને ન્યૂ ચેટનો વિકલ્પ પણ હવે બ્લેક એન્ડ વ્હાઇટમાં દેખાશે નહીં. કંપનીએ તેને રંગીન લુકમાં પરિવર્તન કરવાનું મન બનાવી દીધુ છે.

WABetaInfo અનુસાર, WhatsApp નાં નવીનતમ બીટા એન્ડ્રોઇડ વર્ઝન 2.20.200.6 માં નવું સ્ટીકર પેક આવેલ છે. આ પેક એપ્લિકેશનમાં પ્રદાન કરેલી ડિફોલ્ટ સ્ટીકર સૂચિમાં ઉમેરવામાં આવશે. નવા સ્ટીકર પેકનું નામ Usagyuuun છે અને Quan Inc નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. મૂળભૂત રીતે તે એનિમેટેડ સ્ટીકર પેક છે. અગાઉ, એનિમેટેડ સ્ટીકર પેક સુવિધા બીટા એપ્લિકેશનમાં જોવા મળી હતી. સ્ટીકરોમાં કેટલાક સફેદ રંગના કાર્ટૂન દર્શાવવામાં આવશે જે joy, anxiety, sadness, love, જેવી લાગણીઓને વ્યક્ત કરશે, પોતાની ફીલિગ્સને જાહેર કરવાના એક યોગ્ય અને ક્રિએટિલ રીત હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.