Not Set/ WhatsApp ને જલ્દી જ મળશે નવો કલર, બદલાશે Wallpaper

વોટ્સએપ પર ડાર્ક મોડની રાહ લાંબા સમયથી જોવાઈ રહી છે, પરંતુ હજુ સુધી તેનું સ્ટેબલ વર્જન આવ્યું નથી. WA એ બીટાઇન્ફોએ આ વિશે ઘણી વખત અહેવાલો જાહેર કર્યા છે, જેમાં તેના બીટા વર્ઝન માટે કેટલાક અપડેટ કરવામાં આવ્યાં છે. હવે WA બીટાઇન્ફોએ હવે એક નવા અહેવાલમાં જણાવ્યું છે કે વોટ્સએપમાં હવે ડિફોલ્ટ ડાર્ક Wallpaper પર […]

Tech & Auto
WhatsApp Dark Color WhatsApp ને જલ્દી જ મળશે નવો કલર, બદલાશે Wallpaper

વોટ્સએપ પર ડાર્ક મોડની રાહ લાંબા સમયથી જોવાઈ રહી છે, પરંતુ હજુ સુધી તેનું સ્ટેબલ વર્જન આવ્યું નથી. WA એ બીટાઇન્ફોએ આ વિશે ઘણી વખત અહેવાલો જાહેર કર્યા છે, જેમાં તેના બીટા વર્ઝન માટે કેટલાક અપડેટ કરવામાં આવ્યાં છે. હવે WA બીટાઇન્ફોએ હવે એક નવા અહેવાલમાં જણાવ્યું છે કે વોટ્સએપમાં હવે ડિફોલ્ટ ડાર્ક Wallpaper પર કામ કરવામા આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ડાર્ક થીમ લોંચ કરતા પહેલા, તેની સાથે સંકળાયેલ આ છેલ્લું ફિચર હોઈ શકે છે અને ત્યારબાદ ડાર્ક થીમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ડબલ્યુએ બીટાઇન્ફોએ આનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં ડાર્ક વોલપેપર જોઇ શકાય છે. તે ડાર્ક થીમ અને વાદળી કલર સ્કીમ સાથે ખૂબ હદ સુધી મેળ ખાય છે. આપેલી માહિતી અનુસાર, તે વોટ્સએપનાં લેટેસ્ટ બીટા અપડેટ 2.19.327 માટે છે. અગાઉ, WABetaInfoW એ વોટ્સએપ માટે ડાર્ક મોડનાં ત્રણ કોન્ફિગરેશનને શોધી કાઠ્યા હતા, જેમાંથી બે અમલમાં આવી ગયા છે. તે સમયે, WABetaInfo એ પણ ફોટો શેર કર્યો હતો.

આપેલા ફોટામાં બે શેડમાં બહુ ફરક નથી. પ્રથમ ડાર્ક મોડ થીમમાં ટેબલ અને સેલ બેકગ્રાઉન્ડમાં ડાર્ક કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી બીજામાં સોફ્ટ ડાર્ક કલર (થોડો ગ્રે જેવો) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને થીમ્સમાં ડાર્ક બબલ્સ માટે સમાન કોન્ફિગરેશન આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.