વોટ્સએપના આ ફીચરની શરૂઆત બાદ તમારા એકાઉન્ટની સુરક્ષા વધી જશે અને લોગીન માટે મંજૂરી લેવી પડશે. આગામી ફીચર ટુ સ્ટેપ વેરિફિકેશનનું વિસ્તૃત વર્ઝન હોવાનું કહેવાય છે. મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppની સુરક્ષા માટે એક નવું ફીચર આવી રહ્યું છે. વોટ્સએપના આ ફીચરની શરૂઆત બાદ તમારા એકાઉન્ટની સુરક્ષા વધી જશે અને લોગીન માટે મંજૂરી લેવી પડશે. આગામી ફીચર ટુ-સ્ટેપ વેરીફીકેશનનું વિસ્તૃત વર્ઝન હોવાનું કહેવાય છે, જો કે ફીચર હજુ પણ ટેસ્ટીંગ મોડમાં છે.
વોટ્સએપના નવા અપડેટ પછી, તમારું એકાઉન્ટ કોઈપણ ફોન અથવા વેબ વર્ઝન પર લૉગ ઇન થતાં જ તમને તે સમય દરમિયાન લૉગિનનું નોટિફિકેશન મળશે. વોટ્સએપ અન્ય એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના આવ્યા બાદ ગ્રુપના પૂર્વ મેમ્બરને પણ જોઈ શકાશે એટલે કે જો કોઈએ વોટ્સએપ ગ્રુપ છોડી દીધું છે, તો તે પછી પણ તેની ઓળખ તે ગ્રુપમાં જ રહેશે.
વોટ્સએપના ફીચર્સને ટ્રેક કરતી WABetaInfoએ આ બે નવા ફીચર્સ વિશે માહિતી આપી છે. નવા ફીચરનું ટેસ્ટિંગ WhatsAppના બીટા વર્ઝન 2.22.17.22 પર કરવામાં આવી રહ્યું છે. લોગિન એપ્રુવલ ફીચર હેઠળ યુઝર્સને એપમાં જ લોગિનનું એલર્ટ મળશે.
ઉદાહરણ તરીકે, જો તમારા એક ફોનમાં WhatsApp પહેલાથી જ લૉગ ઇન છે અને તમે બીજા ફોનમાં તે જ એકાઉન્ટમાં લૉગિન કરો છો, તો તમને લૉગિન મંજૂરી માટે ચેતવણી મળશે. ત્યાર બાદ લોગીન એપ્રુવલ આપ્યા બાદ જ અન્ય ફોનમાં વોટ્સએપ લોગીન થશે. જો કોઈને તમારા WhatsApp એકાઉન્ટનો છ-અંકનો સિક્યોરિટી કોડ ખબર હોય તો આ ફીચર કામ કરશે.
જણાવી દઈએ કે વોટ્સએપ અન્ય એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના આવ્યા બાદ ગાયબ થઈ રહેલા મેસેજને કોઈપણ સમયે જોઈ શકાશે. હાલમાં યુઝર પાસે તેના મેસેજ ડિલીટ કરવા માટે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનો સમય હતો, પરંતુ આ ફીચર પછી ગાયબ થઈ ગયેલ ફીચર ઓન થયા પછી પણ કોઈ મેસેજ ક્યારેય ડિલીટ થશે નહીં.
Technology / તમને વોટ્સએપ પર +92 કોડ નંબર પરથી પણ કોલ આવી રહ્યા છે, થઇ જાઓ સાવધાન
Technology / ભૂલથી પણ આ 30 પ્રકારના પાસવર્ડનો ઉપયોગ ન કરો, આસાનીથી હેકર્સના શિકાર બની શકો છો
Auto / બાઈકમાં petrol ઓછું હોવાથી કાપ્યું ચલાન, જાણો શું કહે છે નિયમો?
બોડેલી/ શિક્ષિકાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર