Technology/ WhatsApp ઈન્ડિયા હેડ અભિજિત બોસે આપ્યું રાજીનામું, પબ્લિક પોલિસી ડિરેક્ટરે પણ છોડી દીધી કંપની

WhatsApp ઈન્ડિયાના વડા અભિજીત બોસે મંગળવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસીના ડિરેક્ટર રાજીવ અગ્રવાલે પણ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Top Stories Tech & Auto
WhatsApp

WhatsApp ઈન્ડિયાના વડા અભિજીત બોસે મંગળવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસીના ડિરેક્ટર રાજીવ અગ્રવાલે પણ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બંનેના અચાનક રાજીનામા પછી, કંપનીએ ભારતમાં WhatsApp પબ્લિક પોલિસીના ડિરેક્ટર શિવનાથ ઠુકરાલને ભારતમાં તમામ મેટા પ્લેટફોર્મ માટે પબ્લિક પોલિસી ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આપને જણાવી દઈએ કે મેટા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની છે.

આ મહિનાની શરૂઆતમાં, METAના વડા અજીત મોહને પણ ભારતમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ મેટાના હરીફ સ્નેપચેટ સાથે જોડાયો છે.

વોટ્સએપે પણ આ વાતની પુષ્ટિ કરી છે. METAએ એક નિવેદનમાં જણાવ્યું કે WhatsAppના ભારતના વડા અભિજીત બોસે રાજીનામું આપી દીધું છે. તે જ સમયે, રાજીવ અગ્રવાલે વધુ સારી તકોની શોધમાં મેટામાં તેમની ભૂમિકામાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. કંપની બંનેને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવે છે.

વોટ્સએપ ચીફ વિલ કેથકાર્ટે ભારતમાં પ્રથમ વોટ્સએપ ચીફ તરીકે અભિજિત બોસના “ઉત્તમ યોગદાન” બદલ આભાર માન્યો છે.

વિલ કેથકાર્ટે જણાવ્યું હતું કે, “અભિજીત બોસની સાહસિકતાની ઝુંબેશથી અમારી ટીમને નવીન સેવાઓ પહોંચાડવામાં મદદ મળી જેનાથી લાખો લોકો અને વ્યવસાયોને ફાયદો થયો છે. WhatsApp ભારત માટે ઘણું કરી શકે છે અને અમે ભારતના ડિજિટલ પરિવર્તનને આગળ વધારવા માટે મદદ કરવા માટે ઉત્સાહિત છીએ.”

આ પણ વાંચો:માત્ર જીત જ નહીં, રેકોર્ડ તોડવાનો પણ વિશ્વાસ, ગુજરાત ચૂંટણી પર બીજેપીના ચાણક્યની

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે અમિત શાહની ઉપસ્થિતિમાં ભરશે ફોર્મ

આ પણ વાંચો:ઓટો, ઓઇલ અને ગેસના સથવારે સેન્સેક્સ 249 પોઇન્ટ ઊચકાયો