Not Set/ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ન કરાઇ, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો રોષ

રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  સારા ભાવ ન મળતા ખેડૂતો નુકસાની વેઠીને પણ ઘઉં વેચવા મજબૂર બનીને દેવું ચુકતે કરી રહ્યા છે.

Gujarat Others Trending
વ૨ 48 ટેકાના ભાવે ઘઉંની ખરીદી ન કરાઇ, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો રોષ

રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  સારા ભાવ ન મળતા ખેડૂતો નુકસાની વેઠીને પણ ઘઉં વેચવા મજબૂર બનીને દેવું ચુકતે કરી રહ્યા છે. જોકે ખેડૂતો માગ કરી રહ્યા છે કે સરકાર આ દિશામાં ધ્યાન આપીને ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરે.

વ૨ 49 ટેકાના ભાવે ઘઉંની ખરીદી ન કરાઇ, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો રોષ

  • આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારતો ખેડૂત
  • ટેકાના ભાવથી રૂ. 70થી 80 જેટલો ઓછો ભાવ
  • ખેડૂતો નુકસાની વેઠીને પણ વેચી રહ્યા છે ઘઉં

ધોરાજીમાં ઘઉં પકવતા ખેડૂતો માં રોષ જોવા મળ્યો છે. માર્કેટિંગ યાર્ડ માં ઘઉં વેચવા આવેલ ખેડૂતો જ્યારે હરાજીમાં ભાવ જોયો તો જાણે આસમાન ફાટી ગયું હોય તેવો અનુભવ કર્યો. કારણ કે હરાજીમાં ટેકાના ભાવ કરતા પણ ઘઉં રૂપિયા 70થી 80 જેટલા ઓછા ભાવે ઘઉંની ખરીદી થઇ રહી હતી.  જે સરકારે જાહેર કરેલા 390ની એમએસપીથી પણ ઘણી ઓછી છે. ખેડૂત એ હદે મજબૂર બન્યો છે કે દેવું કરીને ઘઉં પકવ્યા અને હવે નુકસાની વેઠીને પણ તેને વેચવાના વારો આવ્યો છે.

વ૨ 50 ટેકાના ભાવે ઘઉંની ખરીદી ન કરાઇ, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો રોષ

  • 16 માર્ચે ઘઉંની ખરીદી કરવાનો હતો આદેશ
  • રજીસ્ટ્રેશન કરાવી ખેડૂતો આવી રહ્યા છે માર્કેટ યાર્ડ
  • MSP પ્રમાણે કેમ નથી થઇ રહી ખરીદી ?

 માર્કેટ  યાર્ડમાં સરકાર તાત્કાલિક ખરીદ કેંદ્ર અને એમએસપી પ્રમાણે ઘઉઁ ની ખરીદી શરૂ નહીં કરે તો ખેડૂતે આત્મ વિલોપન કરવાની ધમકી આપી છે. તો બીજીતરફ પૂરવઠા અધિકારીના મતે સરકાર ટૂંક સમય માં જ ખરીદી શરૂ કરશે તેવી હૈયાધારણા આપવામાં આવી છે.

  • પાડાના વાંકે પખાલીને દામ
  • મજૂરો અને કર્મચારી ઓછા હોવાનો તંત્રનો બચાવ

સરકારે ખેડૂતો માટે MSP સહીત બહેનદારી આપેલ છે પરંતુ ધોરાજીમાં કર્મચારી અને મજૂરોનો પ્રશ્ન નડી રહ્યો હોવાથી હજુ સુધી આજ કાલ આજ કાલ તેવા બહાના જ સામે આવી રહ્યા છે ત્યારે ખેડૂતનો ઘાટ પાડાના વાંકે પખાલીને દામ જેવો થયો છે.