Asia Cup 2023/ એશિયા કપ સુપર-4માં ભારતીય ટીમ ક્યારે અને કોની સાથે ટકરાશે? જાણો સંપૂર્ણ શેડ્યુલ

સુપર-4માં ભારતીય ટીમનું શેડ્યૂલ શું છે અને એશિયા કપના ઈતિહાસમાં પહેલીવાર ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમો કેવી રીતે સામસામે આવી શકે છે?

Asia Cup Top Stories Sports
Asia Cup 2023 1 એશિયા કપ સુપર-4માં ભારતીય ટીમ ક્યારે અને કોની સાથે ટકરાશે? જાણો સંપૂર્ણ શેડ્યુલ

અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે લાહોરમાં રમાયેલી છેલ્લી લીગ મેચ બાદ એશિયા કપના ગ્રુપ સ્ટોજ પૂર્ણ થઈ ગયો અને આ સાથે જ ચાર સુપર-4 ટીમો ફાઇનલિસ્ટ થઈ ગઈ છે. સુપર-4માં પહોંચનાર પાકિસ્તાન પ્રથમ હતું. ત્યાર બાદ ભારત,બાંગ્લાદેશ અને શ્રીલંકાને ચોથી ટીમ તરીકે સુપર-4માં ટિકિટ મળી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી,પરંતુ બંને ટીમો ફરી એકવાર સુપર-4માં સામસામે ટકરાશે અને બંને ટીમો વચ્ચે ત્રીજી ટક્કર એશિયા કપની ફાઈનલમાં પણ થઈ શકે છે. જોકે,આ માટે ઘણી શરતો પૂરી કરવી જરૂરી છે. આપને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન ક્યારેય એશિયા કપની ફાઇનલમાં સામસામે નથી આવ્યા. પરંતુ આ વખતે તે થઈ શકે છે.

સુપર-4માં ભારતીય ટીમનું શેડ્યૂલ શું છે અને એશિયા કપના ઈતિહાસમાં પહેલીવાર ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમો કેવી રીતે સામસામે આવી શકે છે?

સુપર-4 રાઉન્ડમાં ભારતીય ટીમનું શેડ્યૂલ

સુપર-4ના નામ પરથી જ સમજી શકાય છે કે 4 ટીમો આ તબક્કે પહોંચી છે. આ તમામ ટીમો એકબીજા સામે મેચ રમશે. એટલે કે દરેક ટીમ સુપર-4 રાઉન્ડમાં કુલ ત્રણ મેચો રમશે. ભારતની પ્રથમ સુપર-4 મેચ પાકિસ્તાન સાથે છે. આ મેચ 10 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. એક દિવસ પછી એટલે કે 12મી સપ્ટેમ્બરે ભારતીય ટીમનો સામનો યજમાન શ્રીલંકા સામે થશે. આ મેચ પણ કોલંબોમાં જ રમાશે. ભારત 15 સપ્ટેમ્બરે કોલંબોમાં જ બાંગ્લાદેશ સામે ટકરાશે.

ભારત-પાકિસ્તાન પહેલીવાર ફાઈનલ થઈ શકે છે!

સુપર-4 રાઉન્ડમાં કુલ 6 મેચો રમાશે અને ટોપ-2 ટીમો ફાઇનલમાં પહોંચશે. આવી સ્થિતિમાં, જો ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર-4 તબક્કાના અંતે ટોપ-2માં રહે છે, તો તેમની વચ્ચે એશિયા કપની ફાઇનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. એશિયા કપના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલની શક્યતા પણ પ્રબળ છે. કારણ કે ભારત અને પાકિસ્તાનની ટીમો બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતા વધુ મજબૂત છે.

આ પણ વાંચો: Gujarat Rainforecast/ ખેડૂતોને હાશકારોઃ વરસાદના પુનરાગમનનો ધમધમાટ શરૂ થયો, વાતાવરણ બદલાયું

આ પણ વાંચો: નિર્ણય/ અયોધ્યામાં મંદિર મ્યુઝિયમ બનશે, PMOની બેઠકમાં લેવાયો નિર્ણય,જાણો આ પ્રોજેકટ કેટલો ખાસ!

આ પણ વાંચો: Asia Cup/ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 2 રને હરાવીને શ્રીલંકાએ સુપર-4માં કર્યો પ્રવેશ,અફઘાનિસ્તાન બહાર