લગ્ન/ વરરાજાનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા પોલીસે લગ્ન અટકાવ્યા

લગ્ન અટકયાં પોઝીટીવથી

India
dulha વરરાજાનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા પોલીસે લગ્ન અટકાવ્યા

ઉત્તરપ્રદેશના એક મિરહચી ગામમાં લગ્નની તૈયારી ચાલતી હતી ,જાન લઇ જતાં પહેલા  વરરાજા સાથે બે અન્ય લોકોની તબિયત અચાનક ખરાબ થતાં તેને  ગામના આરોગ્ય હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાં કોરોના ટેસ્ટ કરતાં વરરાજાનો રિર્પોટ પોઝેટીવ આવતા સ્વાસ્થ કર્મચારીએ પોલીસને જાણ કરી હતી પોલીસ ત્યાં પહોચીને વરરાજાને 14 દિવસ માટે હોમ કવોરન્ટાઇન માટે મોકલી દીધો અને લગ્ન અટકાવી દીધાં.

વરરાજા કોરોના સંક્રમિત થવાની વાત પરિવારને થઇ હતી તે છંતા પણ પરિવાર જાન લઇ જવા માટે જુગાડ કરી રહ્યા હતાં ત્યારે આરોગ્ય  કર્મચારી થાના મારહરા પોલીસ સાથે ગામમાં પહોચીને વરરાજાને 14 દિવસ માટે હોમ કવોરન્ટાઇન માટે મોકલી દીધાં અને લગ્ન અટકાવી દીધા, લગ્ન મંડપ પણ હટાવી લેવામાં આવ્યા હતા .આ બાબતની જાણ કન્યાપક્ષને કરવામાં આવી હતી