Ambaji/ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો આ દિવસે શરૂ થશે: શ્રદ્ધાળુઓની સુવિધામાં કરાયો વધારો

આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે.

Gujarat Trending
Ambaji અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો આ દિવસે શરૂ થશે: શ્રદ્ધાળુઓની સુવિધામાં કરાયો વધારો

ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે.

ભક્તોને ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે

અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કર્યો છે. જેમાં સૌથી વિશેષ છે અદ્ભુત તથા દિવ્ય લાઇટિંગ. સમગ્ર અંબાજીમાં લાઇટિંગનો એવો ઝળહળાટ ઊભો કરવામાં આવશે કે, ભક્તોને ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB),શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત સહકારથી યાત્રાળુઓની સુવિધા સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

યાત્રાળુઓની સુવિધામાં કરાયો વધારો

યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું કે, યાત્રાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા; એ અમારો ઉદ્દેશ છે. રાજ્ય સરકારે વર્ષ 2023ના અંબાજી ભાદરવી પૂનમના મેળામાં યાત્રાળુઓની સુવિધાઓ તથા વ્યવસ્થાઓ માટે સરકાર દ્વારા જરૂરી નાણાકીય ફાળવણી કરવામાં આવનાર છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવી રહ્યો છે કે, જેથી કોઈપણ શ્રદ્ધાળુને અગવડ ન પડે. આ વર્ષે તમામ વિભાગોની તમામ કામગીરીને એક સુત્રતામાં જાળવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગત વર્ષના અયોજનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે ગત વર્ષે 4000 ચો.મી વિસ્તારમાં વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી હતી કે જેમાં વધારો કરી આ વર્ષે 9000 ચો.મી વિસ્તાર સાંકળી આયોજન કરવામાં આવેલ છે. તેના કારણે વધુ યાત્રાળુઓ આરામ કરી શકશે. ચાર અલગ-અલગ સ્થળોએ બનનાર આ 4 વોટરપ્રૂફ ડોમ માંયાત્રાળુઓ માટે અંદાજે 1200 પલંગ વાળા બેડની સુવિધા,અન્ય એક મલ્ટી પર્પસ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેઝિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Panchmahal/ ભાજપના ધારાસભ્યએ છંછેડ્યો વિવાદ: કહ્યું-“સ્વામિનારાયણ સંપ્રદાય એ પૈસા ભેગી કરવાની સંસ્થા છે”

આ પણ વાંચો: Vadodara Gets New Mayor/ કોણ છે વડોદરાના નવા મેયર પિન્કીબેન સોની જાણો….

આ પણ વાંચો: “પ્રતિભા”ની કસોટી..!/ કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર