પોસ્ટર યુદ્ધ/ પ્રજા અને સરકાર અમારું ક્યારે વિચારશે? રિક્ષાચાલકોની વ્યથાની ‘મંતવ્ય’ કરશે રજૂઆત

હાલમાં બોર્ડની અને અન્ય પરિક્ષાઓ ચાલી રહી હોવાથી રિક્ષા ચાલકો હડતાલ કરી રહ્યા નથી પરંતુ માત્ર પોસ્ટર યુદ્ધ ચલાવી તેનો વિરોધ દર્શાવી રહ્યા છે.

Ahmedabad Top Stories Gujarat
રિક્ષા

દિવસેને દિવસે પેટ્રોલ-ડિઝલ, એલપીજી અને સીએનજીનાં ભાવ વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં તો ગેસના ભાવ આસમાને ગયા છે ત્યારે રિક્ષાચાલકો પણ રિક્ષાનાં ભાડામાં વધારો કરવા મજબૂર બન્યા છે. જો કે રિક્ષાચાલકો રિક્ષાભાડામાં વધારો કરીને આમ આદમીનાં ખિસ્સા ઉપર બોજ બનવા ઈચ્છતા નથી એટલે જ સરકાર પાસે કેટલીક મદદ માગી રહ્યા છે. જો કે સરકાર લાંબા સમયથી રિક્ષાચાલકોની વ્યથા સમજી શકતી નથી અથવા સમજવા માગતી નથી. જેના કારણે રિક્ષાચાલકો હડતાલ કરવા અને ઉગ્ર આંદોલન તરફ વળ્યા છે. હાલમાં બોર્ડની અને અન્ય પરિક્ષાઓ ચાલી રહી હોવાથી રિક્ષા ચાલકો હડતાલ કરી રહ્યા નથી પરંતુ માત્ર પોસ્ટર યુદ્ધ ચલાવી તેનો વિરોધ દર્શાવી રહ્યા છે. પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉગ્ર હડતાલ કરશે.

રિક્ષા

ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન અમદાવાદના પ્રમુખ રાજ સિરકેએ મંતવ્ય સાથેની વાતચીત દરમિયાન હાલમાં ચાલતા પોસ્ટર યુદ્ધ વિશે વાત કરી હતી. તેમજ રિક્ષાચાલકોની વ્યથા વર્ણવી હતી.     રાજ સિરકેએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે, “સરકાર પાસે અમારી ત્રણ માગ છે. પેટ્રોલ-ડિઝલ, એલપીજી અને સીએનજીને જીએસટીમાં લાવો અથવા તો તેની ઉપર લેવાતા ટેક્સ જેમકે વેટ, એક્સાઈટ ડ્યુટી નાબૂદ કરો અથવા તો રિક્ષા ચાલકો માટે બનેલી રિક્ષા ભાડાની રેટ કમિટીનાં નિયમ પ્રમાણે બે માસમાં ભાડાને રીવ્યુ કરવામાં આવે. અમે અમારા હકની માંગણી કરીએ છીએ. જ્યારે તમામ ભાવ વધારા થતા હોય છે, મોંઘવારી આસમાને જતી હોય છે ત્યારે મોટા મોટા વેપારીઓ, ઉદ્યોગકારો, શાકભાજીનાં લારી ધારકો, અનાજકરીયાણાનાં વેપારીઓ, પકોડી વેચનાર કે સોડાની લાચી ચલાવનાર તમામ લોકો મોંઘવારી અનુસાર ભાવ વસુલે છે અને ભાવ વધારે છે. તો રિક્ષાચાલકો તેના ભાડામાં વધારો કેમ કરી શકે નહિ? શું રિક્ષાચાલકોને ગરીબ જ રહેવાનું? તેને જીવવાનો કોઈ અધિકાર નથી? હકની માંગણી કરવામાં આવી રહી છે. નિયમ અનુસાર પણ સરકારે એપ્રિલ મે મહિનામાં રિક્ષાભાડાનાં રીવ્યુ કરવાના હોય છે તો પછી આ રીવ્યુ શા માટે નથી થતા? અમે તો પ્રજા માટે માગ્યું છે કે તમે આ ચારેય વસ્તુઓને જીએસટીમાં લાવો. સરકાર ઇંધણને જીએસટીમાં લાવતી નથી, અમે પ્રજા માટે જ લડીએ છીએ છતાય દર વખતે રિક્ષા ચાલકો જ લડે છે અને સામાન્ય પ્રજા પણ મૂક પ્રેક્ષક બનીને જોતી રહે છે. ગુજરાતના સીએઅમ રાજ્યના રાજા કહેવાય અને રાજાને પ્રજાની પડી હોય નહિ ત્યારે અમે રિક્ષા ચાલકો કોના સહારે છીએ? અમે મજબૂર બનીને અમે મીનીમમ ભાડું જે 18 રૂપિયા છે તે 20 રૂપિયા વાસુલીએ છીએ કે મીટર ભાડું ઉપર 10 રૂપિયા માંગીને લઈએ છીએ. અમે લુંટ નથી કરતા. ગત વખતે અમે પોસ્ટર યુદ્ધ ચલાવ્યું હતું ત્યારે સરકારે અમને કહ્યું હતું કે, અમે ઇંધણને જીએસટી હેઠળ લાવીશું. પરંતુ સરકારે કોઈ નક્કર નથી લીધા એટલે અમે અમારી લડાઈ ચાલુ રાખવા મજબૂર બન્યા છીએ. અમે અત્યારે પોસ્ટર યુધ્દ ચાલુ રાખીશું તેમજ 15 એપ્રિલના રોજ એકદિવસીય હડતાલ કરીશું. છતાં પણ સરકાર નહિ માને કે અમારી માંગણી નહિ સ્વીકારે તો અચોક્કસ મુદ્દત માટેની હડતાલ ઉપર જઈશું. અમે 10 તારીખે જ હડતાલ કરવાના હતા પરંતુ તહેવાર અને પરિક્ષાને ધ્યાનમાં રાખીને પરિક્ષાઓ બાદ હડતાલ કરીશું. ગાંધીનગર ખાતે રિક્ષાઓની રેલી કાઢીશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું. જેથી વિદ્યાર્થીઓને હેરાન થવું પડે નહિ. અમે પ્રજાનું વિચારીએ છીએ પણ પ્રજા અને સરકાર અમારું ક્યારે વિચારશે?”

રિક્ષા

શું છે રિક્ષા ચાલકોનું પોસ્ટર યુદ્ધ?

રિક્ષા ચાલકો બે પોસ્ટર બનાવીને તેમની રિક્ષામાં લગાવી રહ્યા છે. તમામ રિક્ષા ચાલકો આ પોસ્ટર યુધ્ધમાં જોડાઈ રહ્યા છે. તે પોસ્ટરમાં રિક્ષા ચાલકોએ તેમની માગ લખી છે. જ્યાં સુધી હડતાલ નહિ થાય કે સરકાર તેની માગ સ્વીકારશે નહિ ત્યાં સુધી રિક્ષા ચાલકો આ પોસ્ટરતેની રિક્ષામા લગાવશે.

રીક્ષા

રીક્ષા

આ પણ વાંચો :સામંથા રૂથ પ્રભુના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘યશોદા’

આ પણ વાંચો :14 એપ્રિલ કે 17 એપ્રિલ નહીં… રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ તારીખે લેશે ફેરા સાત

આ પણ વાંચો :પત્રકાર સાથે દુર્વ્યવહારના કેસમાં સલમાન ખાનને હાઈકોર્ટમાંથી રાહત, મેજિસ્ટ્રેટ કોર્ટના સમન્સ પર સ્ટે

આ પણ વાંચો : સોનાક્ષી સિંહા માલદીવના બીચ પર ગ્લેમરસ અંદાજમાં જોવા મળી, જાણો ચાહકોએ શું કહ્યું