Political/ આટલું જુઠ્ઠુ તો કોણ બોલે? ચીનનાં રાષ્ટ્રપતિએ પોતાના દેશને ગણાવ્યુ શાંતિ પ્રિય રાષ્ટ્ર

સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બની ગયેલું ચીન હવે પોતાને દૂધે ધોયેલું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીનનું કહેવું છે કે તે એક શાંતિ પ્રિય રાષ્ટ્ર છે અને તેણે ક્યારેય તેના પડોશીઓનું ખરાબ ઇચ્છ્યું નથી.

Top Stories World
xi jingping

સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બની ગયેલું ચીન હવે પોતાને દૂધે ધોયેલું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીનનું કહેવું છે કે તે એક શાંતિ પ્રિય રાષ્ટ્ર છે અને તેણે ક્યારેય તેના પડોશીઓનું ખરાબ ઇચ્છ્યું નથી. આટલું જ નહીં, ચીને તો ત્યાં સુધી કહ્યું છે કે, રિપબ્લિક ઓફ ચીનની સ્થાપના પછી તેણે ન તો કોઈ દેશ સાથે યુદ્ધ કર્યું છે અને ન તો કોઈની એક ઈંચ જમીન તરફ જોયું છે. ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન આ વાત કહી હતી.

xi jingping and biden

આ પણ વાંચો – રોડ અકસ્માત / દર્શન માટે નીકળેલા ભક્તોને નડ્યો અકસ્માત, અંબાજી નજીક 30 ફૂટ ઉંડી ખીણમાં પડી જીપ

ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે બિડેનની સામે પોતાના દેશને શાંતિ પ્રેમી દેશ તરીકે રજૂ કર્યો હતો. શી જિનપિંગે કહ્યું કે તેણે ક્યારેય યુદ્ધ શરૂ કર્યું નથી અને ક્યારેય એક ઇંચ જમીન પર કબજો કર્યો નથી. તેમણે કહ્યું કે, ચીનનાં લોકો હંમેશા શાંતિ અને પ્રેમને પ્રાથમિકતા આપે છે અને આક્રમકતા ચીનનાં લોહીમાં જ નથી. શી જિનપિંગે કહ્યું કે, રિપબ્લિક ઓફ ચીનની સ્થાપના થઈ ત્યારથી ચીને ન તો કોઈ યુદ્ધ શરૂ કર્યું છે અને ન તો કોઈ પાડોશી દેશની એક ઈંચ જમીન પર કબ્જો કર્યો છે. જો કે, શી જિનપિંગે કહ્યું કે તેઓ ક્યારેય તેમની સાર્વભૌમત્વને ક્ષીણ થવા દેશે નહીં. આ દરમિયાન તેમણે તાઈવાનને સમર્થન કરતા દેશોને પણ કડક સંદેશ આપ્યો હતો. શી જિનપિંગે કહ્યું કે, જે તાઈવાનને લઇને આગ સાથે રમી રહ્યા છે તે કોઈપણને ભવિષ્યમાં તેની અસર ભોગવવી પડી શકે છે.

xi jingping and biden

આ પણ વાંચો – નહી સુધરે / ચીનની વિસ્તારવાદી નીતિ ફરી આવી સામે, હવે ભૂટાનની જમીન પર કર્યો કબ્જો

આપને જણાવી દઈએ કે, ચીન ભલે ગમે તેટલી સાફ-સફાઈ કરતા પોતાનો પક્ષ બતાવવાની કોશિશ કરે, પરંતુ ચીનની વિસ્તારવાદી નીતિ અને તેના પડોશીઓને ડરાવવાની ધમકીઓનો મામલો કોઈનાથી છુપાયેલો નથી. તે ચીન છે જેના કારણે ભારતને 1962નાં યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં 1962થી ચીન ભારત માટે સતત માથાનો દુખાવો બની રહ્યું છે. ચીન સરહદ પર LACની વાસ્તવિક સ્થિતિ બદલવાની કોશિશ કરી રહ્યું છે. આ જ કારણ છે કે અરુણાચલ પ્રદેશ હોય કે લદ્દાખ, ભારતને ચીન સાથે હંમેશા તણાવ રહે છે. જો કે ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ સાથે જ દક્ષિણ ચીન સાગરમાં ચીનનો જાપાન સહિત મોટાભાગનાં પાડોશી દેશો સાથે તણાવ છે.