ATM theft in Surat/ સુરતમાં ATMમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓ ઝડપાયા, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

  ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ચોરી,લૂંટફાટના બનાવો ખુબ વધી રહ્યા છે. સુરતના પાંડેસરા શાસ્ત્રીનગરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories Gujarat
ATM theft in Surat
  • સુરત: પાંડેસરા શાસ્ત્રીનગરમાં ATM ચોરીનો પ્રયાસ
  • પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની કરી ધરપકડ
  • ચોરી કરવા પ્રવેશેલા ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા
  • 2 ઈસમ ચોરી કરવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું
  • ATMનો સેફટી ડોર ખોલી ચોરીનો પ્રયાસ કરાયો
  • સીસીટીવીના આધારે 2 આરોપીની કરી ધરપકડ

ATM theft in Surat:    ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ચોરી,લૂંટફાટના બનાવો ખુબ વધી રહ્યા છે. સુરતના પાંડેસરા શાસ્ત્રીનગરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના શાસ્ત્રીનગરમાં એટીએમ ચોરી કરવા આવેલા બે આરોપીઓ સીસીટીવી કેમેરા કેદ થઇ ગયા હતા. એટીએમ ચોરી કરવા આવેલા ઇસમોની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે (ATM theft in Surat) સુરતના પાંડેસરા વિસ્તારના વડોદર ગામમાં આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કના ATMમાં તોડફોડ કરી ATMમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ બે ઈસમો દ્વારા કરવામાં આવ્યો હોવાની માહિતી પાંડેસરા પોલીસને મળી હતી. તેથી પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા ATMમાં તોડફોડ કરી પૈસા ચોરી કરવાનો પ્રયાસ કરનારા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે આ (ATM theft in Surat) આરોપીઓનાી  નામ ધીરુસિંગ રાજપૂત અને સંજીવ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. ધીરુસિંગ પાંડેસરાના વડોદ ગામમાં આવેલી સાંઈ મોહન સોસાયટીમાં રહે છે અને તે મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે.જયારે બીજા શખ્સનું નામ સંજીવ પાંડેસરાના વડોદ ગામમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહે છે અને તે પણ મધ્યપ્રદેશનો રહેવાસી છે. પાંડેસરા પોલીસની સતર્કતાના કારણે આ બંને ઇસમો ATMમાંથી પૈસા ચોરી કરીને ભાગે તે પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

Police Medal/ દેશના 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે, 26 જાન્યુઆરીએ સન્માન કરવામાં આવશે

Bloomberg Billionaires Index/ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી હવે આ સ્થાન પર,મુકેશ અંબાણી ટોપ ટેનમાંથી બહાર

Mobile Ban In Ambaji Temple/ સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મોબાઇલ પર પ્રતિબંધ, ફોટોગ્રાફી કરતા પકડાશે તો કાર્યવાહી થશે