હેલીકોપ્ટર દુર્ઘટના/ તમિલનાડુમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં CDS સહિત અન્ય કોણ કોણ હતા સવાર, જાણો વિગત

તમિલનાડુનાં કુન્નુરમાં બુધવારે સવારે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સાથે તેમના પત્ની મધુલિકા રાવત પણ હાજર હતા.

Top Stories India
CDS Bipin Rawat

તમિલનાડુનાં કુન્નુરમાં બુધવારે સવારે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સાથે તેમના પત્ની મધુલિકા રાવત પણ હાજર હતા. હેલિકોપ્ટરમાં સવાર લોકોને બચાવવા માટે ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો – હેલીકોપ્ટર દુર્ઘટના / તમિલનાડુમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, જાણો કોણ-કોણ હતા સવાર ?

વાયુસેનાએ કહ્યું છે કે, દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. દરમિયાન, ચેન્નાઈમાં સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, અકસ્માતમાં ચાર અધિકારીઓનાં મોત થયા છે. આ સિવાય અન્ય ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, સેના દ્વારા CDS બિપિન રાવત અને તેમની પત્નીની સ્થિતિ વિશે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. દુર્ઘટનાગ્રસ્ત Mi-17V5 હેલિકોપ્ટરમાં CDS જનરલ બિપિન રાવત સાથે તેમની પત્ની મધુલિકા રાવત પણ હાજર હતા. તેમના ઉપરાંત, બ્રિગેડિયર એલ.એસ. લિડર, લે.ક. હરજિન્દર સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક. જિતેન્દ્ર કુમાર, લે. નાયક વિવેક કુમાર, લે. નાયક બી. સાઈ તેજા, હવલદાર સતપાલ બોર્ડમાં હતા. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી અત્યાર સુધીમાં ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો – જેકલીન ફર્નાન્ડીઝ કેસ / જેકલીન ફર્નાન્ડીઝ EDની ઓફિસ પહોંચી, 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ

હાલમાં લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ સૈન્ય સૂત્રો પાસેથી માહિતી મળી નથી કે કયા લોકોને બચાવવામાં આવ્યા છે. સમાચાર એજન્સી PTI નાં અહેવાલ મુજબ, ચૌપર તમિલનાડુનાં વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસ કોલેજ જઈ રહ્યો હતો. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ભારે આગ ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ધુમ્મસનાં કારણે આ દુર્ઘટના બની હતી. જે વિસ્તારમાં હેલિકોપ્ટર પડ્યું તે જંગલ વિસ્તાર છે.