Not Set/ કોરોના વાયરસ સામે લડવા રેમડેસિવિર અસરકારક નહી : WHO

એક તરફ દેશમાં કોરોનાની ગતિ ઝડપથી વધી રહી છે, તો બીજી તરફ રેમેડેસિવિર ઇન્જેક્શનની માંગ પણ વધી રહી છે. આ કારણ છે કે રેમેડેસિવિર એ કોરોનાની સારવાર માનવામાં આવે છે.

Mantavya Exclusive
mmata 48 કોરોના વાયરસ સામે લડવા રેમડેસિવિર અસરકારક નહી : WHO

એક તરફ દેશમાં કોરોનાની ગતિ ઝડપથી વધી રહી છે, તો બીજી તરફ રેમેડેસિવિર ઇન્જેક્શનની માંગ પણ વધી રહી છે. આ કારણ છે કે રેમેડેસિવિર એ કોરોનાની સારવાર માનવામાં આવે છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) આને માનતુ નથી. WHO એ અગાઉ કોરોના દર્દીઓની સારવાર માટે રેમેડેસિવિરનાં ઉપયોગ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. હવે ફરીથી WHO એ કહ્યું છે કે, તે વાતનાં કોઇ પુરાવા નથી કે દર્દીઓની સારવાર માટે રેમેડેસિવિર ઉપયોગી છે.

mmata 49 કોરોના વાયરસ સામે લડવા રેમડેસિવિર અસરકારક નહી : WHO

Hurry up / શું તમારે Money ટ્રાંસફર કરવાના છે? તો જલ્દી કરો, RTGS સેવા 14 કલાક માટે થઇ રહી છે બંધ

WHO નાં ચીફ સાઇન્ટિસ્ટ ડો.સૌમ્યા સ્વામીનાથ અને કોવિડનાં ટેકનિકલ હેડ ડોય મારિયા વેન કેરખોવે કહ્યુ કે, રેમેડેસિવિર ઇન્જેક્શનનાં ઉપયોગ પર સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, પ્રથમ પાંચ ટ્રાયલ રેમેડેસિવિરને લઈને કરવામાં આવી છે, પરંતુ કોરોના દર્દીઓ રેમેડેસિવિરથી ઠીક થયા નથી અને મૃત્યુ પણ ઓછા થયા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, હજુ પણ મોટા ક્લીનિકલ ટ્રાયલનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે, જેથી તે શોધી શકાય કે રેમેડેસિવિર કોરોનાથી સારવારમાં ઉપયોગી છે? અગાઉ, દેશમાં રેમેડેસિવિરની માંગમાં વધારા સાથે, તેમા ઘટાડો પણ થયો હતો. મોટાભાગનાં રાજ્યોમાં તેનો સ્ટોક ખતમ થઇ ગયો હતો. જે બાદ સરકારે રેમેડેસિવિરનાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં કોરોના દર્દીઓની સારવાર માટે રેમેડેસિવિરનો સતત ઉપયોગ કરવામાં આવે છે.

mmata 50 કોરોના વાયરસ સામે લડવા રેમડેસિવિર અસરકારક નહી : WHO

ભારતીય વિકાસ દર / નેગેટિવમાંથી પોઝિટિવ દિશામાં આગળ વધતી ભારતીય ઇકોનોમી, ચીનને પણ આપશે ટક્કર

ડો.સ્વામિનાથન જણાવે છે, “હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ પર રેમેડેસિવિરનો ઉપયોગ સતત કરવામાં આવ્યો, પરંતુ તેનાથી ન તો મોતનાં આંકડામાં ઘટાડો થયો કે ન તો દર્દીઓ ઠીક થયા. આ જ કારણ છે કે ગયા વર્ષે WHO એ કોરોના દર્દીઓ પર રેમેડિસિવિર ન વાપરવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી.” વળી ડો.વૈન કેરખોવ જણાવે છે કે, “અમે રેમેડેસિવિરની મોટા ક્લિનિકલ ટ્રાયલ ચલાવી રહ્યા છીએ. તે સાચું છે કે કેટલાક કિસ્સાઓમાં રેમેડેસિવિર ઘણી હદ સુધી સુધર કરે છે, પરંતુ હજી પણ ટ્રાયલનાં પરિણામ પછી જ કઇક કહી શકાય.” તેમણે જણાવ્યું હતું કે, WHO ડેટા જોઈ રહ્યા છે અને ડેટા મુજબ કોરોના દર્દીઓની સંભવિત સારવાર માટેની માર્ગદર્શિકા અપડેટ કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ