કોઈ પણ અંત્યેષ્ટિમાં જવું અને મૃતદેહને ખભા ઉપર લેવું એ લગભગ તમામ ધર્મોમાં ખૂબ જ ધર્મનિષ્ઠા માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે અંતિમ સંસ્કારમાં જોડાવા અને અંતિમ સંસ્કાર પ્રસંગે હાજર રહેવાથી, વ્યક્તિને જીવનનું સત્ય સમજાય છે. પરંતુ ફક્ત થોડા સમય માટે. જ્યારે સ્મશાનગૃહમાં જવાના આધ્યાત્મિક ફાયદા થાય છે, તો તરત જ આવીને નહાવાની જરૂર શું છે. આ પ્રશ્ન મોટાભાગના લોકોના મગજમાં આવે છે. ચાલો જાણીએ આ પરંપરાના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ…
ધાર્મિક કારણો
સ્મશાનભૂમિ પર સતત ચિતા સળગવી, રોક્કળ વિગેરે ચાલતું હોય છે જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જે નબળા મનોબળના વ્યક્તિને નુકસાન પહોંચાડે છે, સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ ભાવનાશીલ હોય છે, તેથી સ્ત્રીઓને સ્મશાનમાં જવાની મનાઈ છે. અંતિમ સંસ્કાર પછી પણ, મૃત આત્માનું સૂક્ષ્મ શરીર કેટલાક સમય માટે ત્યાં હાજર હોય છે, જે તેની પ્રકૃતિ અનુસાર હાનિકારક અસર પણ કરી શકે છે.
વૈજ્ઞાનિક કારણ
મૃત શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવે તે પહેલાં જ, વાતાવરણમાં સૂક્ષ્મ અને ચેપી જંતુઓથી ચેપગ્રસ્ત થઈ જાય છે. આ સિવાય મૃત વ્યક્તિમાં શરીરમાં પણ અનેક સુક્ષ્મ કીટાણું ઉત્પન્ન થાય છે. જે સ્મશાનભૂમિમાં જતા વ્યક્તિઓના શરીરમાં પ્રવેશવાનો પણ ભય હોય છે. તેથી, ત્યાં હાજર માનવોને કોઈ ચેપી રોગની અસર થવાની સંભાવના છે. સ્નાન કરતી વખતે ચેપી જીવાણુઓ વગેરે પાણીથી સાથે ધોવાઇ જાય છે.
આ પણ વાંચો:અહીં થાય છે ભોલેનાથની અંગૂઠાની પૂજા, જાણો તેનું અદભૂત રહસ્ય
આ પણ વાંચો:ચાર ધામ યાત્રાથી નષ્ટ થાય છે પાપ અને મળે છે શુભ ફળ, જાણો યાત્રાનું ધાર્મિક મહત્વ
આ પણ વાંચો:કોકિલાવન – અહીં ભગવાન શ્રી કૃષ્ણએ કોયલ બની દર્શન આપ્યા હતા શનિદેવને….