Political/ ગુજરાતમાં CM નાં રાજીનામા પર સંજય રાઉતે કેમ આવુ કહ્યુ?

શિવસેનાનાં નેતા સંજય રાઉતે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજીનામા પર નિવેદન આપતા કહ્યું કે, આ ભાજપની આંતરિક બાબત છે.

Top Stories Gujarat Others
1 181 ગુજરાતમાં CM નાં રાજીનામા પર સંજય રાઉતે કેમ આવુ કહ્યુ?

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજીનામા બાદથી માત્ર ગુજરાત જ નહી પણ સમગ્ર દેશમાં આ અંગે ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. એવુ શું કારણ હોઇ શકે કે અધવચ્ચેથી વિજય રૂપાણીને રાજીનામુ આપવુ પડ્યુ આ અંગે ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. હવે આ અંગે શિવસેના નેતા સંજય રાઉતનું પણ નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે, આ ભાજપની આંતરિક બાબત છે.

આ પણ વાંચો – નહી સુધરે / ફેસબુકનાં CEO ને લઇને આ શું બોલી ગયા ટ્રમ્પ, કહ્યુ- જ્યારે હુ રાષ્ટ્રપતિ હતો ત્યારે જુકરબર્ગ મારી…

આપને જણાવી દઈએ કે, વિજય રૂપાણીનાં અચાનક રાજીનામા બાદ ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં દરેકની નજર ભાજપ કયા ચહેરા પર રાજ્યની કમાન સોંપશે તેના પર છે. નવા મુખ્યમંત્રીને લઈને ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન, ગાંધીનગર પહોંચેલા નિરીક્ષક અને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય નેતૃત્વ નવા મુખ્યમંત્રીનાં નામ અંગે નિર્ણય કરશે. અગાઉ, પ્રહલાદ જોશી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનાં નિવાસસ્થાને ગયા હતા, જ્યાં તેમણે નવા મુખ્યમંત્રીને ધ્યાનમાં રાખીને રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ભાજપનાં ધારાસભ્યો પણ હાજર હતા. નવા મુખ્યમંત્રીની રેસમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનાં નામ પણ આગળ છે. જોકે, સી.આર.પાટીલે ગઈકાલે કહ્યું હતું કે તેઓ આ રેસમાં નથી. આ ઉપરાંત આર.સી.ફળદુનું નામ પણ બોલાઇ રહ્યુ છે.

આ પણ વાંચો – કોણ હશે આગામી મુખ્યમંત્રી ? /  કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રૂપાલા પર કેમ ઢોળવામાં આવી શકે પસંદગીનો કળશ

શિવસેનાનાં નેતા સંજય રાઉતે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજીનામા પર નિવેદન આપતા કહ્યું કે, આ ભાજપની આંતરિક બાબત છે. તેમણે કહ્યું કે, અમે ઉત્તરપ્રદેશમાં લગભગ 100 બેઠકો પર ચૂંટણી લડીશું, જે આગામી વર્ષે યોજાશે. ગોવામાં, અમે 20 થી વધુ બેઠકો લડીશું, વળી તેમણે ગઠબંધન કરી શકે તે શક્યતાને પણ સ્વીકારી છે. આપને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા શિવસેનાએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. હવે પાર્ટીનાં પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત કહે છે કે તે 100 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.