Suicide for Mobile/ બર્થડેએ મોબાઇલ કેમ ન લઈ આપોઃ યુવકનો આપઘાત

માતાપિતાએ જન્મદિન નિમિત્તે નવો  મોબાઇલ લઈ ન આપતા યુવકે આપઘાત કરી લેતા સુરતમાં ચકચાર મચી ગઈ છે. સુરતમાં સચીન જીઆઇડીસીમાં રહેતા યુવકને મોબાઇલનો જબરજસ્ત શોખ હતો.

Gujarat Surat
Surat Mobilesuicide બર્થડેએ મોબાઇલ કેમ ન લઈ આપોઃ યુવકનો આપઘાત

સુરતઃ માતાપિતાએ જન્મદિન નિમિત્તે નવો  મોબાઇલ લઈ ન આપતા યુવકે આપઘાત કરી લેતા સુરતમાં ચકચાર મચી ગઈ છે. સુરતમાં સચીન જીઆઇડીસીમાં રહેતા યુવકને મોબાઇલનો જબરજસ્ત શોખ હતો. બીજા પાસે Suicide for Mobile જોઈને તેને પણ મોબાઇલ જોડે હોય તેવી પ્રબળ ઇચ્છા હતી.

શ્રીજી પ્રવેશ પ્રેસિડેન્સીમાં રહેતા પારસ શર્મા નામના યુવકને ઇચ્છા હતી કે તેને નવો એન્દ્રોઇડ મોબાઇલ ફોન આપવામાં આવે. તે અવારનવાર પિતા પાસે મોબાઇલ ફોન માંગતો હતો. તેણે પછી તેના જન્મદિન Suicide for Mobile  નિમિત્તે પણ મોબાઇલ માંગ્યો હતો, પરંતુ માતાપિતા બંનેએ મોબાઇલ આપવાનો ઇન્કાર કરતા યુવકને મનમાં લાગી આવ્યું હતું. તેનો જન્મદિવસ દસ દિવસ પછી આવવાનો હતો.

માબાપે મોબાઇલ લઈ ન આપતા તેના પગલે તેણે આવેશમાંને આવેશમાં આત્મહત્યા કરી લેતા કુટુંબ સ્તબ્ધ થઈ ગયું છે. કુટુંબમાં રોક્કકળ મચી છે અને કુટુંબીઓની આંખો હજી પણ સૂકાતી નથી. તેમને કલ્પના પણ ન હતી કે તેમનો લાડલો આટલી નાની વાત માટે આત્મહત્યા કરી લેશે. આ ઘટનાને લઈને સમગ્ર કુટુંબમાં જ નહી સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી છે.

સમાજમાં હાલમાં આ રીતના બનાવના પગલે Suicide for Mobile માબાપથી લઈને સમાજશાસ્ત્રીઓમાં પણ ચિંતાનો વ્યાપ વધી ગયો છે. સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે લોકો વધુને વધુ ભૌતિકવાદી અને વસ્તુલક્ષી બની રહ્યા હોવાનો આ પુરાવો છે. આજે મોબાઇલ ઉપકરણ માટે કંઈ જીવ ન આપી દેવાય. જો તેણે થોડી રાહ જોઈ હોત તો તેને ભવિષ્યમાં મોબાઇલ મળવાનો જ હતો. આ સિવાય તે જાતે કમાઈને પણ મોબાઇલ લઈ શક્યો હોત. તેથી આ પ્રકારના પગલાને જરા પણ પ્રોત્સાહન આપી શકાય નહી.

આ પણ વાંચોઃ Drugs/ પાકિસ્તાનનો આલા દરજ્જાનો અધિકારી “અંડરવર્લ્ડ ડોન” નીકળ્યો

આ પણ વાંચોઃ કર્ણાટક હાઇકોર્ટ/ બહેન પરિવારનો હિસ્સો નથી, ભાઈના મોત પર રહેમરાહે નોકરી ન મળેઃ હાઇકોર્ટ

આ પણ વાંચોઃ એલાન/ આગામી ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી સાથે ગઠબંધન કરશે જનસેના પાર્ટી, પવન કલ્યાણની જાહેરાત

આ પણ વાંચોઃ Ayushman Scam/ આયુષ્યમાન યોજનાની ‘તબિયત’ બગડતી અટકાવવા ગુજરાત સરકાર ‘ડોક્ટર’ બની

આ પણ વાંચોઃ Accident/ બિહારમાં મોટી દુર્ઘટના, 30 વિદ્યાર્થીઓને લઈ જતી બોટ પલટી