વડોદરા/ M.S યુનિવર્સિટી આસિ.પ્રોફેસર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ નોંધાવી ફરિયાદ

યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી પોતાનો રોજ ભરી આપવાની વાત કરી છે ત્યારે બીજી તરફ પ્રોફેસરે જણાવ્યુ કે  તેઓએ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર આચર્યો નથી. અને જે વિદ્યાર્થીઓ તેમના વિરુદ્ધ ફરિયાદ કરે છે

Gujarat Vadodara
M.S યુનિવર્સિટી
  • M.S યુનિવર્સિટીના પ્રોફેસર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવી
  • વિદ્યાર્થીઓએ માંગેલી ભ્રષ્ટાચારની રકમને લઈ વિરોધ
  • વિદ્યાર્થીઓએ આપ્યુ આવેદનપત્ર
  • વિદ્યાર્થીઓએ રોજ ભરી આપવા કરી માંગ

M.S યુનિવર્સિટીના ટેકનોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર નિકુલ પટેલ વિરુદ્ધ વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવી.જેમા ફરિયાદના આધારે યુનિવર્સિટી દ્વારા રચના કરવામાં આવી. બીજી તરફ વિદ્યાર્થી સંગઠનો દ્વારા પ્રોફેસરે માગેલી ભ્રષ્ટાચારની રકમને લઈને વિરોધ કર્યો તેમજ M.S યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી પોતાનો રોજ ભરી આપવાની વાત કરી છે ત્યારે બીજી તરફ પ્રોફેસરે જણાવ્યુ કે  તેઓએ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર આચર્યો નથી. અને જે વિદ્યાર્થીઓ તેમના વિરુદ્ધ ફરિયાદ કરે છે તેમની સામે તેઓ માનહાનિનો ગુનો દાખલ કરી શકે તેમ છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર નિકુલ પટેલ વિરૂદ્ધ વિદ્યાર્થીએ કરેલા આરોપો મુદ્દે હવે યુનિવર્સિટીની રાજનીતી ગરમાઇ છે.સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ આસિસ્ટન્ટ પ્રોફેસર વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે.હસમુખ વાઘેલાએ વિરોધ નોંધાવ્યો છે કે શિક્ષણના ધામમાં આવી માંગણી અને વ્યવહાર ન ચલાવી ન લેવાય.સાથે જ તેઓએ સમગ્ર મામલાની તટસ્થ તપાસ માટે સમિતિની રચના કરવાની માગ કરી હતી.જો યોગ્ય તપાસ કે કાર્યવાહી નહીં કરાય તો હસમુખ વાઘેલાએ વિદ્યાર્થીને ન્યાય અપાવવા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો:લમ્પી વાયરસથી મૃત્યુ પામેલા ગૌવંશના બિહામણા દ્રશ્યો

આ પણ વાંચો:બારડોલીમાં તસ્કરોના તરખાટ વચ્ચે સોસાયટીના રહીશો કરી રહ્યા છે ચોકીદારી,જાણો

આ પણ વાંચો:ઈઝ ઓફ લિવિંગ વધારવાની રાજ્ય સરકારની નેમ, ૮૧ તળાવો AMCને જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા