Not Set/ કોરોનાની વેક્સિન આખરે હાથમાં જ કેમ આપવામાં આવે છે?

કયા હાથમાં વેક્સિન લગાવવી જોઈએ?

Health & Fitness Trending Lifestyle
Vaccine કોરોનાની વેક્સિન આખરે હાથમાં જ કેમ આપવામાં આવે છે?

દરેકને ખ્યાલ હશે કે કોરોનાની વેક્સિન હાથમાં લેવામાં આવે છે
પરંતુ સામાન્ય રીતે રસીને માંસપેશીમાં અપાય છે, જેને ઈન્ટ્રા-મસ્ક્યુલર ઈન્જેક્શન કહેવાય છે
અન્ય ઘણી રસીઓ થાપાં કે કમર પર પણ અપાય છે
પરંતુ કોરોનાની રસી હાથમાં જ કેમ અપાય? આવો જાણીએ..
માંસપેથી પ્રતિરોધની પ્રક્રિયાને ઉત્તેજિત કરી વેક્સિનની ક્ષમતા વધારે છે
તેમજ રિએક્શનની સંભાવના પણ ઓછી રહે છે
Covid-19 નું ઈન્જેક્શન શોલ્ડરની માંસપેશીમાં ઈજેક્ટ કરવા માટે જ ડિઝાઈન કરાઈ છે
કારણ કે તે સુવિધાજનક હોવાની સાથે અન્ય માંસપેશી કરતા ઓછો દુખાવો કરે છે

કેવી રીતે કામ કરે છે આ વેક્સિન?
જ્યારે હાથ કે જાંઘ પર રસી આપવામાં આવે, તો તેની સીધી માંસપેશીમાં પ્રવેશ કરે છે
તે નજીકના લિમ્ફ નૉડમાં પહોંચી એન્ટીબૉડી કે મારક સેલ બની જાય છે
જે સંક્રમિત થયેલા સેલ્સનો શોધી શોધીને મારી નાખે છે
તેથી જ એન્ટીબૉડીના નિર્માણમાં માંસપેશીઓ ઘણી મહત્વપૂર્ણ ગણાય છે

કયા હાથમાં વેક્સિન લગાવવી જોઈએ?
– જો તમે લેફ્ટી હોવ, તો જમણાં હાથમાં હાથમાં વેક્સિન લેવાથી ફાયદો થશે. અને જો તમે રાઈટી હોવ તો ડાબા હાથમાં વેક્સિન લેવાથી ફાયદો થશે. કારણ કે વેક્સિન લીધાના કેટલાક કલાકો સુધી તે જગ્યા પર દુખાવો કે સોજો થી શકે છે. જેથી તમે અવળા હાથે વેક્સિન લેશો તો તમને રોજિંદા કામ કરવામાં પણ સરળતા રહેશે. પરંતુ તમને જે હાથે સરલ લાગે તે હોથે વેક્સિન લઈ શકાય છે.

બંને ડોઝ એક જ હાથે લેવા જોઈએ?
ડૉક્ટરો અનુસાર બંને ડોઝ અલગ અલગ હાથે લગાવી શકાય, જેથી એક જ હાથના દુખાવાથી પણ બચી શકાશે. અને અલગ અલગ હાથે લેવાથી વેક્સિનનો પ્રભાવ પણ સારો પડી શકે છે.

વેક્સિન લીધા બાદ શું ધ્યાન રાખવું જોઈએ?
એક્સપર્ટ અનુસાર વેક્સિન લીધા બાદ હાથની મૂવમેન્ટ બંધ ન કરવી જોઈે. જેથી માંસપેશીમાં સર્કયુલેશન વ્યવસ્થિત રહેશે અને દુખાવાથી જલદી રાહત પણ મળશે..