મોબાઈલ/ ટેરીફ પ્લાન 28 દિવસના જ કેમ હોય છે..?

ભારતમાં પ્રીપેડ યુઝર્સ મોટી સંખ્યામાં છે અને તે દર મહીને કે ત્રણ મહીને એક વખત રીચાર્જ જરૂર કરાવે જ છે, પરંતુ વિચાર કરવા જેવી વાત એ છે કે, ટેરીફ પ્લાન્સ 28, 56, 84 દિવસની વેલીડીટીનો જ કેમ હોય છે

Trending Tech & Auto
ટેકનીકલ ટેરીફ પ્લાન 28 દિવસના જ કેમ હોય છે..?

ભારતમાં મોટાભાગના લોકો પોસ્ટપેડને બદલે પ્રીપેડ સીમ જ વાપરવાનું વધુ પસંદ કરે છે. તેથી ગ્રાહકોને લલચાવવા માટે ટેલીફોન ઓપરેટર પણ એકથી એક ચડીયાતા પ્રીપેડ પ્લાન લઈને આવે છે. પરંતુ તેમાં પણ 1 મહિનાની વેલીડીટીની જગ્યાએ 28 દિવસની વેલીડીટી વાળો ટેરીફ પ્લાન જ આપવામાં આવે છે.

ભારતમાં પ્રીપેડ યુઝર્સ મોટી સંખ્યામાં છે અને તે દર મહીને કે ત્રણ મહીને એક વખત રીચાર્જ જરૂર કરાવે જ છે. પરંતુ વિચાર કરવા જેવી વાત એ છે કે, રીચાર્જ પ્લાન (ટેરીફ પ્લાન્સ) 28, 56, 84 દિવસની વેલીડીટીનો જ કેમ હોય છે. 30 દિવસનું રીચાર્જ કેમ નથી થતું. કેટલીક કંપનીઓ તો 24 દિવસની વેલીડીટી પણ ઓફર કરે છે. ચાલો તેની પાછળની રમત વિસ્તારથી સમજીએ

જો તમે દર મહીને 28 દિવસને 1 મહિનો માનીને ચાલશો, તો 1 વર્ષના 12 મહિનાને બદલે 13 મહિના થઇ જશે. 1 વર્ષમાં 7 મહિના એવા હોય છે. જેમાં 31 દિવસ હોય છે. 28 દિવસના મહિનાના હિસાબે દર મહિનામાં 3 દિવસ વધે છે. દર મહીનાના હિસાબે (7×3) = 21 દિવસ થઇ જશે. વર્ષમાં 4 મહિના એવા હોય છે. જે 30 દિવસના હોય છે. તેમાંથી પણ 2 દિવસ દર મહીને બાકી રહી જાય છે. દર મહિનાના હિસાબે (2×4) = 8 દિવસ થઇ જશે. જો ફેબ્રુઆરી 29 દિવસનો છે, તો તેથી (21+ 8 +1) = 30 દિવસ થાય છે. તેનો સીધો અર્થ થાય છે કે 28 દિવસનો ટેરીફ પ્લાન્સ આપીને ટેલીકોમ ઓપરેટર્સને આખા એક મહિનાનો ફાયદો થાય છે.

આ વર્ષે એપ્રિલમાં સામે આવેલા કેટલાક રીપોર્ટસમાં એ દાવો કરવામાં અવ્યો હતો કે યુઝર્સની સમસ્યાઓ ઉપર ટેલીકોમ રેગ્યુંલેટર TRAI વહેલી તકે જ એક કંસલ્ટેશન પેપર બહાર પાડી શકે છે. જો TRAI ના બધા સ્ટેકહોલ્ડર્સ એક સરખો અભિપ્રાય આપે છે, તો TRAI ટેલીકોમ કંપનીઓ જરૂરો ફેરફાર કરવાના આદેશ બહાર પાડી શકે છે. તેથી પ્રીપેડ ગ્રાહકોને 24 દિવસ, 28 દિવસ, 56 દિવસ અને 84 દિવસની વેલીડીટીને બદલે પુરા 30 દિવસની વેલીડીટી મળવા લાગશે.