Not Set/ અમરેલી / હામાપુર ગામે સુવિધાઓ કેમ બની દુવિધા…?

બગસરા તાલુકાના હામાપુર ગામે તલાટી કમ મંત્રી લાંચમા ઝડપાયા બાદ ગામમાં છેલા પાંચ મહિનાથી બીજા કોઈ તલાટી ન મુકાતા ગામની વ્યવસ્થાઓ ઠપ્પ થઈ ગઈ છે. સુવિધાઓ દુવિધાઓ બની જતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ પોતાની માંગણી નહિ સંતોષાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વાત કરીએ અમરેલી જીલ્લાના બગસરાના  હામાપુર ગામની તો, આ […]

Ahmedabad Gujarat
ડેનીમ 1 અમરેલી / હામાપુર ગામે સુવિધાઓ કેમ બની દુવિધા...?

બગસરા તાલુકાના હામાપુર ગામે તલાટી કમ મંત્રી લાંચમા ઝડપાયા બાદ ગામમાં છેલા પાંચ મહિનાથી બીજા કોઈ તલાટી ન મુકાતા ગામની વ્યવસ્થાઓ ઠપ્પ થઈ ગઈ છે. સુવિધાઓ દુવિધાઓ બની જતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ પોતાની માંગણી નહિ સંતોષાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વાત કરીએ અમરેલી જીલ્લાના બગસરાના  હામાપુર ગામની તો, આ ગામની વસ્તી સાત હજાર આસપાસ છે. આ ગામની મુલાકાત લેતાજ એસટી બસસ્ટેન્ડ જર્જરિત હાલતમાં નજરે પડે છે.  ત્યાંથી આગળ વધતા ગામની સ્વચ્છતા સામે સવાલ ઉઠે છે.

શુભમ 1 અમરેલી / હામાપુર ગામે સુવિધાઓ કેમ બની દુવિધા...?

ત્યારે આ ગામે તલાટી કમ મંત્રી લાંચમાં ઝડપાયા બાદ ગામમાં કોઈ તલાટીની નિમણુંક ન થતા ગામની સુવિધાઓ ઠપ્પ થઈ ગઈ છે. ગ્રામપંચાયતનું લાઈટબિલ ન ભરાતા pgvcl દ્વારા વીજ કનેક્શન કપાઈ ગયું છે. ગામ માં અંધારપટ રહે છે.

તો પીવાના પાણીની જર્જરિત ટાકી પાસે ગંદકીના ઢગ ખડકાયા છે. લોકોને પીવાનું પાણી અહીંથી મળી રહે છે,  પણ લોકોના આરોગ્ય સામે ખતરાની ઘંટી વાગી રહી છે. રોડ રસ્તાઓ સારા છે પણ સ્વચ્છતા નથી લાઈટો છે. પણ વીજ કનેક્શન નથી. આથી રાત્રીના સમયે  વાડી ખેતરે જવું હોય તો વન્યપ્રાણીઓનો  ભય સતાવે છે. વન્યપ્રાણીના ભયના ઓથારમાં અને અંધારપટમાં કામ કરીરહ્યા છે.

ડેનીમ 2 અમરેલી / હામાપુર ગામે સુવિધાઓ કેમ બની દુવિધા...?

ત્યારે ગામની વ્યવસ્થાઓ ખોરવાઈ જતા આરોગ્યને લઈને કોઈ ગંભીર રોગચાળો ન ફેલાઈ તેવા હેતુથી ગામના જાગૃત નાગરિકે ટીડીઓને રેગ્યુલર તલાટી કમ મંત્રીને મુકવા લેખિત માંગ કરી છે.  જેને 3 મહિન જેટલો સમય થયો હોવા છતાંય તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.