Political/ આટલા બધા તાનાશાહોનાં નામ કેમ ‘M’ થી થાય છે શરૂ: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણીવાર પીએમ મોદી પર શાંબ્દિક પ્રહાર કરતા રહે છે….

India
PICTURE 4 5 આટલા બધા તાનાશાહોનાં નામ કેમ 'M' થી થાય છે શરૂ: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણીવાર પીએમ મોદી પર શાંબ્દિક પ્રહાર કરતા રહે છે. આ વખતે રાહુલ ગાંધીએ ઈશારાઓમાં વડા પ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, વિશ્વનાં તમામ તાનાશાહોનાં નામ કેમ ‘M’ થી શરૂ થાય છે. M થી શરૂ થતાં તેમણે વિશ્વનાં ઘણા તાનાશાહોનાં નામનો ઉલ્લેખ પણ કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં M થી શરૂ થતા તાનાશાહોનાં નામ – માર્કોસ-ફિલિપાઇન્સ, બી. મુસોલિની – ઇટાલી, મિલોસેવિક-સર્બિયા, હુસ્ની મુબારક – ઇજિપ્ત, મોબુતૂ, કાંગો, મિશેલ મિકોમ્બેરો – બુરુન્ડી, પરવેજ મુશર્રફ-પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો છે.

છેલ્લા બે મહિનાથી રાહુલ ગાંધી ખેડૂતોનાં પ્રશ્નોને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ખેડૂતોને રોકવા માટે દિલ્હી સરહદ પર લગાવેલા બેરિકેડિંગ, ફેન્સીંગ અને સ્પાઇક્સ માટે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સરકારે દિવાલો નહીં પણ પુલ બનાવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ આ કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગને સતત સમર્થન આપી રહી છે. રાહુલે સંસદ સંકુલમાં બજેટનાં દિવસે કોંગ્રેસનાં સાંસદો સાથે વિરોધ-પ્રદર્શન પણ કર્યો હતો. બુધવારે સરકારે રાજ્યસભામાં વિપક્ષની કામગીરી વચ્ચે તેની સંમતિથી કૃષિ કાયદાઓની ચર્ચા કરવાનું નક્કી કર્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો