Relationship/ વીડિયો ડેટિંગ કલ્ચર રિલેશનશિપ માટે કેમ છે બેસ્ટ.. જાણો..

ઓનલાઇન ડેટિંગ પ્લેટફોર્મ બંબલની નવી સ્ટડી પ્રમાણે, 33 ટકા ભારતીયો ફિઝિકલ મળ્યા પહેલા વીડિયો ડેટ્સ પસંદ કરે છે

Lifestyle Relationships
WhatsApp Image 2021 09 30 at 5.46.10 PM 3 વીડિયો ડેટિંગ કલ્ચર રિલેશનશિપ માટે કેમ છે બેસ્ટ.. જાણો..

કોરોના પછી વીડિયો ડેટિંગ કલ્ચર ઝડપથી વધ્યું. ઓનલાઇન ડેટિંગ પ્લેટફોર્મ બંબલની નવી સ્ટડી પ્રમાણે, 33 ટકા ભારતીયો ફિઝિકલ મળ્યા પહેલા વીડિયો ડેટ્સ પસંદ કરે છે. 78% લોકોને કોઈને મળ્યા પહેલાં વીડિયો ડેટ્સ પર ટ્રસ્ટ બિલ્ડ કરે છે. આ રીતના ડેટિંગને સ્લો ડેટિંગ પણ કહેવાય છે.

આંકડા કહે છે..

WhatsApp Image 2021 09 30 at 5.46.10 PM 1 વીડિયો ડેટિંગ કલ્ચર રિલેશનશિપ માટે કેમ છે બેસ્ટ.. જાણો..

ડેટાબેઝ કંપની સ્ટેટિસ્ટાના આંકડા પ્રમાણે, ઓનલાઇન ડેટિંગ સેગ્મેન્ટમાં વર્ષ 2025 સુધી 6.2 કરોડ યુઝર્સ વધવાની શક્યતા છે. દિલ્હીમાં ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રજ્ઞા મલિકે કહ્યું કે, કોરોના પછી વીડિયો ડેટિંગ કલ્ચર ઝડપથી વધ્યું. હોમ આઇસોલેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, વર્ક ફ્રોમ હોમમાં લોકોની એકલતા વધી. આ ટાઈમમાં સિંગલ્સને પાર્ટનર શોધવાનો મોકો મળ્યો, 27 વર્ષીય MBA સ્ટુડન્ટ કાર્તિકાએ કહ્યું કે, મારો પાર્ટનર યુએઈમાં છે. તે મેકેનિકલ એન્જિનિયર છે. મારા પાર્ટનરનો બર્થડે હતો ત્યારે શિપિંગ બંધ હતું આથી મેં વીડિયો કોલ પર જ અનરેપ ગિટારનો વીડિયો બનાવ્યો અને મોકલ્યો. તેની ખુશી જોઈને હું ખુશ થઈ ગઈ. કાર્તિકાને લાગે છે, વીડિયો કોલ પર અમને અમારી વચ્ચે લોન્ગ ડિસ્ટન્સ લાગતું નથી.

ડૉ. માનસી મહેતા કહે છે, આજનું યુથ ટેક્નોફ્રેન્ડલી છે. તેમના માટે ડેટિંગ સાઇટ્સ ફેસબુક અને વ્હોટ્સએપ જેવી છે. અહીં તેઓ આરામથી સમય પસાર કરે છે. વીડિયો ડેટિંગમાં સમયની બચત થાય છે. રિજેક્શન પેનફુલ હોતું નથી. જે લોકો એકબીજાને મળવામાં ખચકાટ અનુભવે છે, તેમના માટે વીડિયો ડેટિંગ પરફેક્ટ છે. જે યુવાનો કામમાં બીઝી રહે છે તેમના માટે વીડિયો ડેટિંગ બેસ્ટ છે. આવા લોકો ઓફિસકામ અને ડેટિંગ એકસાથે કરી શકે છે.

સંબંધો ખરાબ થવાનો ડર નથી રહેતો

WhatsApp Image 2021 09 30 at 5.46.10 PM 2 વીડિયો ડેટિંગ કલ્ચર રિલેશનશિપ માટે કેમ છે બેસ્ટ.. જાણો..

ઘણા લોકોને જાહેરમાં મળવામાં સંકોચ થાય છે. ઘરે બેસે તો કનફર્ટેબલી વાત કરી શકે છે. હજુ પણ આપણા ત્યાં એ પરંપરા યથાવત છે કે પેરેન્ટ્સ જ તેમના સંતાન માટે પાર્ટનર શોધે છે. સામેવાળા પાત્રને ના પાડવાની હોય તો સંબંધો બગડે છે. આવી કોઈ પ્રોબ્લેમ ઓનલાઇન ડેટિંગ સાઇટ્સ પર હોતી નથી. જો કોઈ છોકરો કે છોકરી ના ગમે તો બીજો ઓપ્શન રેડી હોય છે. યુઝર્સને તેમનો બેસ્ટ પાર્ટનર પસંદ કરવાનો મોકો મળે છે. વીડિયો ડેટિંગ ઈમોશનલ સપોર્ટ માટે સારું પ્લેટફોર્મ છે..

ફાયદાની સાથે નુકશાન 

WhatsApp Image 2021 09 30 at 5.46.10 PM વીડિયો ડેટિંગ કલ્ચર રિલેશનશિપ માટે કેમ છે બેસ્ટ.. જાણો..

ડૉ. માનસી વધુમાં કહે છે કે, વીડિયો ડેટિંગના જેટલા ફાયદાઓ છે સામે તેના નુકસાન પણ છે. મેટ્રોમોનિયલ સાઇટ્સ પર લોકો ઘણા વર્ષોથી ડેટિંગ કરતા હોય છે પણ યોગ્ય પાર્ટનર ના મળતા ચિડાય જાય છે. ઓનલાઇન ડેટિંગમાં ઓપ્શન વધારે હોય છે પણ તેમાં બેસ્ટ સિલેક્ટ કરવું મુશ્કેલ છે. વીડિયો ડેટિંગમાં હુકઅપ્સના કેસ વધી રહ્યા છે. વીડિયો ડેટિંગમાં સુવિધાઓ પણ છે અને પડકારો પણ. અહીં ફેક પ્રોફાઈલના કેસ વધારે હોય છે. ઘણીવાર કોઈકને રાઈટ પાર્ટનર મળવાની શક્યતાઓ પણ વધી જાય છે. એવું કહેવાય છે કે રાઈટ પાર્ટનર મળવાની કોઈ ડેફિનેશન નથી.