Not Set/ કચ્છ/ સામખીયાળીની શાળાને વાલીગણ દ્વારા તાળાબંધી શા માટે કરવામાં આવી..?

બધે જ વિરોધ જોયો છે પરંતુ સરકારી પ્રાથમિક શાળામાં વાલીગણ દ્વારા વિરોધ અને તે પોતાના વહાલસોયાની શાળાને તે કદાચ પ્રથમ વાર હશે. તો એવું તે કયું કારણ હતું કે વાલીગણે શાળાને તાળા મારવા પડ્યા. તો આવો જોઈએ વિગતે… વાત કરીએ ભચાઉ પાસેના સામખીયાળી ગામની પીપરાપાટી વાંઢની પ્રાથમિક શાળાની તો અહીં શાળાના જ વિદ્યાર્થીઓના વાલીગણ દ્વારા […]

Gujarat Others
school lock down કચ્છ/ સામખીયાળીની શાળાને વાલીગણ દ્વારા તાળાબંધી શા માટે કરવામાં આવી..?

બધે જ વિરોધ જોયો છે પરંતુ સરકારી પ્રાથમિક શાળામાં વાલીગણ દ્વારા વિરોધ અને તે પોતાના વહાલસોયાની શાળાને તે કદાચ પ્રથમ વાર હશે. તો એવું તે કયું કારણ હતું કે વાલીગણે શાળાને તાળા મારવા પડ્યા. તો આવો જોઈએ વિગતે…

વાત કરીએ ભચાઉ પાસેના સામખીયાળી ગામની પીપરાપાટી વાંઢની પ્રાથમિક શાળાની તો અહીં શાળાના જ વિદ્યાર્થીઓના વાલીગણ દ્વારા શાળાને  તાળાબંધી કરવામાં આવી છે.  છતાંય તંત્રના પેટનું પાણી હલ્યું નથી. શાળામાં સફાઈનો અભાવ અને ઠેર ઠેર ગંદકી હોવાને કરને આખરે પરેશાન થઈને વાલીગણે શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી હતી.

બે દિવસથી શાળાને તાળાબંધી કરી હોવા છતા પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આમ ‘ભણશે ગુજરાત વાંચશે ગુજરાત’ના નારા માત્ર કાગળ અને બોર્ડ પર જ રહી ગયા છે. સ્કૂલમાં અનેક સમસ્યાઓને કારણે સ્ટાફથી લઇને બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ વિભાગમાંથી કોઇ ડોકાતુ નથી. તાળાબંધી  અંગે વાલીઓએ જણાવ્યું શાળામાં સફાઈ થતી નથી અને આચાર્ય વ્યવસ્થિત જવાબ આપતાં નથી. તેમજ એસ એમ સી ના પણ કોઇ ઠેકાણા નથી.  તેમજ તંત્ર ને જાણ કરવા છતાં કોઇ ડોકાતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.