Weight Loss/ પતિએ બનાવેલા ડાયટ પ્લાનથી પત્નીએ ઘટાડ્યું 31Kg વજન, તમે પણ કરી શકો છો ટ્રાય

અમે તમને એક એવી માતાના વજન ઘટાડવાની સફર વિશે જણાવી શું જેણે 31 કિલો વજન ઘટાડ્યું છે. અને આ વજન કેવી રીતે ઘટાડ્યું? આવો જાણીએ….

Health & Fitness Lifestyle
વજન ઘટાડ્યું

સગર્ભાવસ્થા પછી વજન વધવું એ સામાન્ય છે. નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, મહિલા બાળકને જન્મ આપ્યા બાદ 10-12 કિલો વજન વધવું સામાન્ય છે. વાસ્તવમાં, ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓને ઘી, બદામ વગેરે જેવી પોશકતત્વોથી ભરેલી વસ્તુઓ ખવડાવવામાં આવે છે. જેથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે. આ સિવાય સગર્ભા સ્ત્રીઓનું શારીરિક પ્રવૃત્તિના અભાવ અને અન્ય કારણોસર વજન વધે છે. બાળકને જન્મ આપ્યા પછી, કેટલીક સ્ત્રીઓ ફરીથી તેમનું વધેલું વજન ગુમાવે છે, જ્યારે કેટલીક સ્ત્રીઓ બાળકના ઉછેરને કારણે પોતાની તરફ ધ્યાન આપી શકતી નથી. આજે અમે તમને વજન ઘટાડવાની એક સ્ટોરી જણાવી રહ્યા છીએ, જેમાં એક માતાએ પ્રેગ્નન્સી બાદ પોતાનું વજન ઘટાડ્યું છે. તેણે જણાવ્યું કે બાળકીને જન્મ આપ્યા બાદ તેનું વજન 84 કિલો થઈ ગયું હતું પરંતુ તેણે પોતાનું વજન 31 કિલો ઘટાડ્યું છે. તો ચાલો જાણીએ કોણ છે આ મહિલા? તેણે વજન કેવી રીતે ઘટાડ્યું? વજન ઘટાડવા દરમ્યાન કેવા પ્રકારનો આહાર લીધો?  તો આવો જાણીએ…

  • નામ: હરમન સિદ્ધુ
  • વ્યવસાય: કન્ટેન્ટ નિર્માતા અને પ્રભાવક
  • શહેર: મોહાલી
  • ઊંચાઈ: 5 ફૂટ 7 ઇંચ
  • પહેલાનું વજન: 84 કિગ્રા
  • હાલનું વજન: 53 કિગ્રા
  • 84 kg થી 31 kg સુધીની સફર

હરમન સિદ્ધુએ કહ્યું કે, “લગ્ન પહેલા હું ખૂબ જ સ્લિમ હતી. મારું વજન 45 કિલોની અંદર હતું. પરંતુ જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે મારું વજન દર મહિને 4-5 કિલો વધતું ગયું. જ્યારે સી-સેક્શન દ્વારા બાળકીનો જન્મ થયો, મેં બે દિવસ પછી જ પતિને કહ્યું, ‘પહેલા વજનનું મશીન લાવો, મારે મારું વજન તપાસવું છે. આ પછી જ્યારે તે મશીન લઈ ને આવ્યા અને મેં મારું વજન જોયું તો મારું વજન 84 કિલો હતું. મારું વજન જોઈને હું ચોંકી ગઈ અને રડવા લાગી.

plaplapla પતિએ બનાવેલા ડાયટ પ્લાનથી પત્નીએ ઘટાડ્યું 31Kg વજન, તમે પણ કરી શકો છો ટ્રાય

હરમને વધુમાં કહ્યું કે, “હું જ્યારે હોસ્પિટલથી ઘરે આવી ત્યારે બાળકને ખવડાવવા, ડાયપર બદલવા, કાળજી લેવા વગેરે કારણથી હું ચિડાઈ જતી હતી. હું 9 મહિનાથી બાળકના જન્મની રાહ જોઈ રહી હતી. તે બાળકનો જન્મ થયો ત્યારે હું ઉદાસ થઈ ગઈ હતી. અને ડિપ્રેશનમાં જીવવા લાગી હતી. તબીબી વિજ્ઞાનમાં તેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (એક પ્રકારની માનસિક બીમારી) કહે છે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી બહાર આવતાં મને ત્રણ મહિના લાગ્યાં. એવુ પણ  કહી શકાય કે મને ત્રણ મહિના સુધી મારી બાળકી હોવાનો અહેસાસ પણ ન થયો. જોકે, જ્યારે પ્રેગ્નન્સી દરમ્યાન મારું વજન વધી રહ્યું હતું ત્યારે મેં મન બનાવી લીધું હતું કે બાળકના જન્મ પછી મારે વજન ઘટાડવું પડશે. બાળકના જન્મ પછી, ઘણા લોકોએ નકારાત્મક ટિપ્પણીઓ પણ કરી, જેના કારણે હું મારા વજન વિશે વિચારવા માટે મજબૂર થઈ ગઈ. એવી પણ ઘણી કોમેન્ટ્સ આવી કે હું આખી રાત રડતી રહી. પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછી આખરે મેં મારું ધ્યેય જોયું અને ઘરેથી જ વજન ઘટાડવાની યાત્રા શરૂ કરી.

તેણીએ વધુમાં કહ્યુ હતુ કે મારા પતિ ફિટનેસ કોચ છે અને તેમણે મને વજન ઘટાડવામાં મદદ કરી હતી. મારો ડાયેટ-વર્કઆઉટ પ્લાન મારા પતિએ તૈયાર કર્યો હતો. તેમનો સપોર્ટ માત્ર ડાયેટ-વર્કઆઉટ પૂરતો જ સીમિત ન હતો પણ જ્યારે હું ઘરે એક્સરસાઇઝ કરતી ત્યારે યે મારી સંભાળ રાખતા હતા. જ્યારે હું જીમમાં જવા લાગી ત્યારે તે ઘરમાં બાળકની સંભાળ રાખતા હતા. જો પતિનો સાથ ન હોત તો કદાચ હું વજન ઉતારી શકી ન હોત. આજે મારું વજન 53 કિલો છે અને મેં કુલ 31 કિલો વજન ઘટાડ્યું છે.

વજન ઘટાડવા માટે આવો હતો ડાયટ પ્લાન

હરમન કહે છે, “મારો આહાર મારા પતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ફક્ત ઘરે બનાવેલા ખોરાકનો સમાવેશ થતો હતો. આહાર સાથે, મેં મારી ખાવાની આદતો બદલી, જેનાથી મને વજન ઘટાડવામાં મદદ મળી. હું લગભગ 1500 કેલરી જમવામાં લેતી હતી.

આહારમાં આ વસ્તુઓ શામેલ છે:

  • સવારે વેહલુ જાગવું
  • 1 ગ્લાસ દૂધ
  • 5 બદામ
  • સવારનો નાસ્તો
  • 4 ઇંડા સફેદ
  • 5 ગ્રામ માખણ અથવા ઘી

આ પણ વાંચો: ‘રાજાઓ’ની આ બીમારીને કારણે નાની ઉંમરમાં જ શરૂ થાય છે ઘૂંટણનો દુખાવો, જોખમ વધે તે પહેલા ઓળખી લો!

આ પણ વાંચો:અનિંદ્રાની સમસ્યાને દૂર કરવા માટે, દરરોજ રાત્રે સૂતા પહેલા પીવો આ પીણુ

આ પણ વાંચો:શું વધુ જીમ કરવું ખતરનાક છે, જાણો ફિટનેસ માટે કેટલો સમય વર્કઆઉટ કરવું જોઈએ