long distance relationship/ શું તમને પણ લાગે છે કે તમારો પાર્ટનર તમારા પર ધ્યાન નથી આપતો? અજમાવી જુઓ આ ટિપ્સ

આ ટિપ્સ ફોલો કરો તરત જ સબંધોમાં આવશે મિઠાસ.

Lifestyle Relationships
Untitled design 8 શું તમને પણ લાગે છે કે તમારો પાર્ટનર તમારા પર ધ્યાન નથી આપતો? અજમાવી જુઓ આ ટિપ્સ

લગ્ન જીવન હોય કે લવ રિલેશનશિપ, ઘણીવાર એવું જોવા મળે છે કે સમય સાથે સંબંધોમાં બદલાવ આવા લાગે છે. પાર્ટનર થોડા સમય પછી એકબીજા પર ધ્યાન આપવાનું બંધ કરી દે છે. તેની પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ તેના કારણે કપલના સંબંધો નબળા પડી જાય છે અને ક્યારેક તો તૂટી પણ જાય છે. જો તમને પણ લાગે છે કે તમારો પાર્ટનર તમારા પર ઓછું ધ્યાન આપી રહ્યો છે અથવા સંબંધોમાં જગડાઓ વધી રહ્યા છે, તો આ ટિપ્સ ફોલો કરો તરત જ સબંધોમાં આવશે મિઠાસ.

ફોનને દૂર રાખીને એકબીજાને સમય આપો
આજકાલ મોટાભાગના લોકો પોતાના પાર્ટનરને સમય આપવાને બદલે ફોનને તેમનો સમય આપતા હોય છે. સાથે જ સોશિયલ મીડિયા અથવા ફોન પરના વીડિયો જોતા રહે છે. તેમજ સૂતા પહેલા પણ તેઓ પોતાનો ફોન ચેક કરતા હોય છે. ત્યારે આવી સ્થિતિમાં સંબંધ નબળો પડી જાય છે. તેથી, તમારા અને તમારા પાર્ટનરની આ આદતને બદલો. સૂવાના સમયે તમારો ફોન દૂર રાખો અને એકબીજાને સમય આપો. પાર્ટનર સાથે જૂની વસ્તુઓની વાત કરવાથી કે યાદ રાખવાથી એકબીજામાં ફરી રસ જાગી શકે છે. નિયમિત રીતે આમ કરવાથી તમારો પાર્ટનર તમારા પર ધ્યાન આપવા લાગશે.

Untitled design 1 1 શું તમને પણ લાગે છે કે તમારો પાર્ટનર તમારા પર ધ્યાન નથી આપતો? અજમાવી જુઓ આ ટિપ્સ

એકબીજાની ગમતી વસ્તુઓ કરો
સંબંધમાં તમારા પાર્ટનરનું ધ્યાન આકર્ષિત કરવા માટે, તેની સાથે એવી વસ્તુઓ કરો જે એકબીજાને પસંદ હોય. જેમ કે સાથે બેસીને વેબ સિરીઝ જોવી કે પછી રસોઈ બનાવી. તેને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો અને આવું સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર કરો. તમે જોશો કે વસ્તુઓ તમારા સંબધમાં બરાબર થઈ રહી છે.

 

Untitled design 2 1 શું તમને પણ લાગે છે કે તમારો પાર્ટનર તમારા પર ધ્યાન નથી આપતો? અજમાવી જુઓ આ ટિપ્સ

પાર્ટનર સાથે સફર કરો
માનસિક તણાવ ઓછો કરવા અને તમારો મૂડ ફ્રેશ કરવા માટે પાર્ટનર સાથે ફરવા જાવ, આ સાથે તમને તમારા પાર્ટનરનો સહયોગ પણ મળશે. ઓછામાં ઓછા 2 દિવસ માટે પ્રવાસની યોજના બનાવો. આ સમય દરમિયાન એકબીજાને પૂરો સમય આપો. આવી સ્થિતિમાં તમારું બોન્ડ સુધરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:look stylish/ક્લાસી અને રિચ લુક ઇચ્છતા હોવ તો આ રંગના કોમ્બિનેશન અપનાવો.

આ પણ વાંચો:Urine Color/પેશાબનો રંગ ક્યારે પીળો થાય છે, શું આ કોઈ રોગની નિશાની છે, ચાલો જાણીએ આ વિશે નિષ્ણાતો શું કહે છે

આ પણ વાંચો:Oats Side Effect/શું ઓટ્સ ખરેખર વજન ઘટાડે છે? છેતરાશો નહીં, ફાયદાના બદલે 5 નુકસાન થઈ શકે છે