look stylish/ ક્લાસી અને રિચ લુક ઇચ્છતા હોવ તો આ રંગના કોમ્બિનેશન અપનાવો.

યોગ્ય રંગના કોમ્બિનેશન અને પરફેક્ટ સ્ટાઇલ છે

Lifestyle Fashion & Beauty
Untitled design 16 ક્લાસી અને રિચ લુક ઇચ્છતા હોવ તો આ રંગના કોમ્બિનેશન અપનાવો.

સ્ટાઇલિશ લુક માટે યોગ્ય રીતે કપડાં પહેરવા જરુરી હોય છે. ઘણીવાર અભિનેત્રીઓના સિમ્પલ લુક્સ પણ એકદમ આકર્ષક દેખાય છે. જેનું કારણ યોગ્ય રંગના કોમ્બિનેશન અને પરફેક્ટ સ્ટાઇલ છે. જો તમે દરેક ફંક્શનમાં ક્લાસી અને રિચ લુક ઇચ્છતા હોવ તો આ રંગના કપડા મેચિંગ કરીને પહેરી શકો છો. તે ખૂબ જ સ્ટાઇલિશ અને આકર્ષક દેખાવ આપે છે. જાણો કલર કોમ્બિનેશન શું છે.

જાંબલી ગુલાબી અને લવંડર

જો તમે ટ્રાઉઝર, પેન્ટ કે કુર્તો પહેરો છો. તો પર્પલ પિંક અને લવંડર શેડ્સ મેચિંગ કરીને પેહરી શકો છો. આ લુક તમને ખૂબ જ આકર્ષક બનાવશે તેમજ તમે આ કલરના કોમ્બિનેશનમાં ક્લાસી દેખાશો. સાડી અને બ્લાઉઝનું આ કોમ્બિનેશન માત્ર વેસ્ટર્ન જ નહીં પરંતુ ઈન્ડિયન વિયર સાડીમાં પણ ખૂબ જ સુંદર લાગશે.

ઓફ વાઈટ અને સફેદ

જો તમે જીન્સ અને ટ્રાઉઝરને મેચ કરવા ઈચ્છતાં હોવ તો ઓફ વાઈટ રંગના પેન્ટ સાથે સફેદ શર્ટ અથવા ટોપ ખૂબ જ ક્લાસી અને કેઝ્યુઅલ લુક આપશે. આ લુકમાં તમે કુર્તો અને પેન્ટ સાથે આકર્ષક રીતે દેખાશો..

જાંબલી અને સફેદ

જાંબલી અને સફેદ રંગનું કોમ્બિનેશન *વેસ્ટર્ન*ની સાથે ઈન્ડિયન સાડી વિયરમાં પણ આકર્ષક લાગે છે. જેને તમે વિચાર્યા વગર પણ પહેરી શકો છો.

પીળો, કાળો અને ગ્રે

જો તમે ઇચ્છો તો, તમે કાળા અને પીળા અને ગ્રે રંગોને મેચિંગ કરીને પહેરી શકો છો. તે એકદમ સ્ટાઇલિશ લુક આપે છે. ખાસ કરીને જ્યારે ટ્રાઉઝર, ટોપ અને બ્લેઝર મેચ કરવાના હોય ત્યારે આ કલર કોમ્બિનેશન પરફેક્ટ લુક આપશે.

વાદળી અને ગુલાબી

વાદળી અને ગુલાબી રંગના અનેક શેડ્સ પણ એકસાથે સારા લાગે છે. ઉપરાંત, જો તમે અન્ય રંગ મેચિંગ કરવા માંગતા હોવ તો લવંડર રંગ પહેરી શકો છો. તે આકર્ષક દેખાવ આપે છે.

ઘાટો વાદળી અને આછો વાદળી

ઘાટો વાદળી અને આછો વાદળીનું કોમ્બિનેશન સ્ટાઈલીશ દેખાવામાં મદદ કરશે. તેને માત્ર યોગ્ય રીતે મેચિંગ કરવાની જરૂર છે. સાડી હોય, કુર્તો હોય કે ડ્રેસ, તે દરેક આઉટફિટ સાથે તમે પરફેક્ટ રીતે મેચ કરી શકો છો.